જૂનાગઢ સહિત રાજયભરમાં આજથી ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. છેલ્લા એક સપ્તાહથી કાતિલ ઠંડીનો અનુભવ લોકો કરતા હતા. પરંતુ ફરીથી છેલ્લા ર૪ કલાકથી ઠંડીનું જાેર ઘટયું છે. જેના કારણે લોકોને રાહત મળી છે. રાજયમાં ઉત્તર-પૂર્વના પવન ફુંકાય રહયા છે. જેના કારણે તાપમાન ઉંચુ નોંધાયંુ છે. લઘુત્તમ તાપમાન નીચું અને મહત્તમ તાપમાન ઉંચુ રહેવાના કારણે વહેલી સવારે ઠંડી અને દિવસ દરમ્યાન ગરમીનો અહેસાસ થઈ રહયો છે.
આગામી બે દિવસ પવનની દિશા યથાવત રહેશે અને તાપમાનમાં પણ વધારો ઘટાડો રહેશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, પ ફેબ્રુઆરીથી ફરી ઠંડીનું જાેર વધશે. તેમજ દરિયામાં પવનની ગતિ તેજ રહેશે. જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે. રાજયમાં સામાન્ય રીતે શિયાળામાં સૌથી ઠંડુ શહેર નલિયા રહે છે. પરંતુ ચાલુ વર્ષે તો દરિયા કિનારા વિસ્તારોમાં પણ લઘુત્તમ તાપમાન નીચે રહયું છે અને કોલ્ડવેવની સ્થિતિ રહી છે. જયારે જાણકારોનાં કહેવા મુજબ ૧૧ ફેબ્રુઆરી સુધીમાં વારંવાર વાતાવરણ પલટશે. કયારે ઠંડી વધશે તો કયારેક વાદળછાયું વાતાવરણ ઠંડીનું વાતાવરણ રહેશે તેમજ કમોસમી વરસાદની પણ આગાહી કરી છે. ધુમ્મસના કારણે વાહનચાલકો પરેશાન થાય છે. પરંતુ ખેડુતો પણ વારંવાર વાતાવરણમાં આવતા પલટાના કારણે પરેશાન થઈ રહયા છે. ફરી એકવાર કોલ્ડવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરી છે. કચ્છમાં લઘુત્તમ તાપમાન બે થી ચાર ડિગ્રી ઘટશે, જેના કારણે કાતિલ ઠંડીનું મોજું રાજયભરમાં ફરી વળશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews