ગુજરાત રાજ્યમાં કોરોના મહામારીનો કેર માંડ સમવા જઈ રહ્યો છે ત્યાં અન્ય એક બિમારી બર્ડફ્લૂ માથું ઊંચકશે તેવું લાગી રહ્યું છે. જેને લઈને સરકારની ચિંતામાં વધારો થયો છે. અમદાવાદના નારોલ વિસ્તારમાં માત્ર બે દિવસમાં ૧૯૦ જેટલા કબૂતરોનાં મોતથી લોકોમાં ફફડાટ જાેવા મળી રહ્યો છે. જ્યારે બીજી તરફ તંત્રની દોડધામ વધી ગઈ છે. અમદાવાદના નારોલ સ્થિત આકૃતિ ટાઉનશીપના ત્રણેય વિભાગ અને મેદાનમાં કુલ ૧૧૭ જેટલા કબૂતરનાં મોત થયા છે જ્યારે ધર્મકુંજરે સિડેન્સીમાં ર૬, અતિથિ એવન્યુમાં ર૧, જ્યારે વેદિકા રેસિડેન્સીમાં ર૬ કબૂતરોનાં મોત થયા છે. એક બાદ એક ૧૯૦ જેટલા કબૂતરનાં મોતથી લોકોને બર્ડફ્લૂ હોવાની શંકા લાગી રહી છે. જેને પગલે ભયનો માહોલ જાેવા મળી રહ્યો છે. હાલ તો કબૂતરનાં મોત કયા કારણસર થયા છે તેને લઈને તપાસ હાથ ધરાઈ છે. આટલી મોટી સંખ્યામાં કબૂતરોનાં મોત થતાં પશુપાલન ખાતાને જાણ કરવામાં આવતાં પશુ દવાખાનાની ટીમ દ્વારા ઘટના સ્થળે આવી મૃત કબૂતરોના સેમ્પલ લઈ ભોપાલ લેબમાં તપાસ અર્થે મોકલી અપાયા છે જ્યારે બર્ડફ્લૂની આશંકાને ધ્યાને લઈને ઘટના સ્થળે સેનેટાઈઝીંગ અને ફોગિંગ કરાયું હતું. પશુપાલન વિભાગના ડોક્ટર ઉપાધ્યાયે આ અંગે ઘટના સ્થળે કબૂતરો પડીને મરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. જાે કે આ કબૂતરોનાં મોત અંગેનું સાચું કારણ બે દિવસમાં નમૂનાનો રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે. બીજી તરફ આ વિસ્તારની નજીકમાં અનેક ઈન્ડસ્ટ્રીઝ આવેલી હોવાથી કબૂતરોએ કોઈ ટોક્સિન યુક્ત વસ્તુ ખાઈ લેતાં મોત થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews