રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ધીમે-ધીમે જામવો શરૂ થઈ ગયો છે ત્યારે હવે આગામી સમયમાં રાજકીય માહોલમાં ગરમાવો લાવનારી રાજ્યસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. રાજ્યસભાની ગુજરાતની ખાલી પડેલી બે બેઠકો માટે અલગ-અલગ પેટા ચૂંટણી યોજાવાની કેન્દ્રીય ચૂંટણી પંચે જાહેરાત કરી છે. ગુજરાત વિધાનસભા સચિવાલય ખાતે તા.૧લી માર્ચે આ પેટાચૂંટણી યોજવાની જાહેરાતની સાથે જ વિધાનસભામાં ધારાસભ્યોના સંખ્યાબળનું ગણિત ગણવા સહિતની ગણતરીઓ હાથ ધરવાનું શરૂ થઈ જવા પામેલ છે. ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણી વખતનો રાજકીય ગરમાવો આજે ૫ણ ગુજરાત જ નહીં ૫ણ દેશમાં ચર્ચાઈ છે. રાજ્યસભાની ચૂંટણી વખતે રાજ્યના ધારાસભ્યોને અન્ય રાજ્યોમાં ખસેડવા અને ધારાસભ્યોનો ૫ક્ષ ૫લટો કરવો હવે સામાન્ય બાબત બની ગઈ છે. તેવામાં હવે રાજ્યમાં ફરીથી આ જ પ્રકારનો રાજકીય ગરમાવો ગુજરાતમાં જાેવા મળશે. ૧ માર્ચે ગુજરાતમાં રાજ્યસભાની ૫ેટાચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસના પૂર્વ સાંસદ અહમદ ૫ટેલ અને ભાજપના પૂર્વ સાંસદ અભય ભારદ્વાજના નિધનથી ખાલી ૫ડેલી બેઠકોને લઈ આ પેટા ચૂંટણી યોજાશે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા રાજ્યસભાની ચૂંટણીનું જાહેરનામું ૧૧ ફેબ્રુઆરીએ જાહેર થશે. ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી બંને બેઠકોની અલગ-અલગ ચૂંટણી યોજાનાર હોઈ ભાજપ ફાવી જશે ૧૯ ફેબ્રુઆરીએ ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરાશે. ઉમેદવારી ફોર્મ ૫રત ખેંચવાની છેલ્લી તા.૨૨ ફેબ્રુઆરી રાખવામાં આવી છે. ૫હેલી માર્ચે સવારે ૯થી ૪ વાગ્યા સુધી મતદાન યોજાશે. ચૂંટણીની મતગણતરી ૫હેલી માર્ચે સાંજે ૫ાંચ વાગે યોજાશે. ગુજરાતમાં રાજ્યસભાની સીટોની વાત કરીએ તો કુલ ૧૧ સીટમાંથી ૭ સીટ ભાજ૫ની છે તો ૪ સીટ કોંગ્રેસ ૫ાસે છે. ભાજ૫ના રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ અને કોંગ્રેસના સાંસદ અહમદ ૫ટેલના નિધન બાદ બંને બેઠક ખાલી ૫ડી રહી હતી. હવે આ બેઠકો ઉપર રાજ્યસભાની ચૂંટણી યોજાશે. રાજ્યની વિધાનસભામાં ભાજપની બહુમતી છે અને આ ચૂંટણી અલગ-અલગ યોજાનાર હોઈ ભાજપ બંને બેઠકો કબજે કરી લેશે. જાે એક જ સાથે ચૂંટણી યોજાય તો જ કોંગ્રેસને બીજી બેઠક જીતવાની તક મળી શકે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અહમદ પટેલ ૨૦૧૭માં ચૂંટણી જીત્યા ત્યારે ભાજપે ભારેધમ પછાડા કર્યા હતા. ખુદ અમિત શાહે અહમદભાઈને હરાવવા એડીચોટીનું જાેર લગાવ્યું હતું. કોંગ્રેસના એક બાદ એક ધારાસભ્યે રાજીનામા આપી દીધા હતા. જાે કે, અમિત શાહની રણનીતિને નિષ્ફળ બનાવી અહમદભાઈ વિજયી થયા હતા. ગુજરાતમાં ગત બે ટર્મથી લોકસભામાં કોંગ્રેસને એક પણ સીટ મળી નથી. કોંગ્રેસના સાંસદ અહમદ પટેલનું અવસાન ૨૫ નવેમ્બરે થયું હતું. તેમની ટર્મ ૧૮ ઓગસ્ટ ૨૦૨૩માં પૂરી થતી હતી. જ્યારે ભાજપના સાંસદ અભય ભારદ્વાજનું અવસાન પહેલી ડિસેમ્બરે થયું હતું. તેમની ટર્મ ૨૧ જૂન ૨૦૨૬ના રોજ પૂરી થવાની હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews