વેરાવળમાં જન સેવા ટ્રસ્ટે ૧૦ હજાર બિસ્કીટના પેકેટ વિતરણ કર્યા

0

વેરાવળ ઇન્ડીયન રેયોન જન સેવા ટ્રસ્ટ દ્વારા પલ્સ પોલીયો રસીકરણની કામગીરીમાં શહેર તથા તાલુકામાં દસ હજાર જેટલા બીસ્કીટના પેકેટો પુરા પાડેલ હતા. સરકાર દ્વારા પોલીયો દિને પાંચ વર્ષ સુધીના તમામ બાળકોને પોલીયોના ટીપા પીવડાવવાની ઝુંબેશમાં વેરાવળ ઇન્ડીયન રેયોન જન સેવા ટ્રસ્ટ દ્વારા આ કાર્યમાં સહયોગ પ્રદાન કરી વેરાવળ તાલુકાના ર૬ તથા શહેરના જુદ-જુદા ૧ર વિસ્તારોના પોલીયો બુથ માટે દસ હજાર બીસ્કીટના પેકેટ પુરા પાડવામાં આવેલ હતા. આ ઉપરાંત જન સેવા ટ્રસ્ટની ટીમ દ્વારા વિવિધ બુથની મુલાકાત લઇ બાળકોને બીસ્કીટ પેકેટ વિતરણ કરી પ્રોત્સાહન પુરૂ પાડવામાં આવેલ હોવાનું જન સેવા ટ્રસ્ટના શ્રધ્ધા મહેતાએ એક યાદીમાં જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!