પાક વીમા યોજનાનાં દાવાનાં નિકાલ માટે ૧૦૦ જિલ્લામાં ડ્રોન ઉડશે

0

પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના અંતર્ગત દાવાનો સમયસર નિકાલ લાવવા માટે દેશના ૧૦૦ જિલ્લામાં ડ્રોન ઉડાવવાની અનુમતી અપાઈ છે. કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે ચોખા અને ઘઉંની વધારે ઉજવવાળા ૧૦૦ જિલ્લાની ઉપર ડ્રોન ઉડાણ કૃષિ વિભાગનાં પ્રસ્તાવને નાગરીક ઉડ્ડયન મહા નિર્દેશાલય (ડીજીસીએ)એ મંજુરી આપી છે. તોમરે જણાવ્યું હતું કે દેશમાં આ પ્રથમવાર રીમોટ સેન્સીંગ ટેકનીક આધારીત સૌથી મોટું પાયલટ અધ્યયન છે. જેમાં પાકની ઉપજનું આકલન કરવામાં આવશે. આ અધ્યયનમાં સેટેલાઈટનું હાઈ રિઝોલ્યુશન વાળા કેમેરામાંથી લેવામાં આવેલા આંકડા, જૈવ ભૌતિકી મોડલ, સ્માર્ટ રીતે નમુના મેળવવા ઉપજની નજીકથી તસ્વીરો અને તેને સંબંધીત જાણકારી આ પાયલટ અધ્યયનથી મળશે. ખેડુતોનો પાક ખરાબ થવા ઉપર વળતર માટે કરવામાં આવેલા દાવાની સત્યતાની તૈયારી હવે ડ્રોન દ્વારા મેળવાયેલા આંકડાના આધાર ઉપર નકકી થશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!