ગુજરાત રાજ્યની છ મહાપાલિકાની ચૂંટણી માટેના ઉમેદવારોની જાહેરાત કરનાર ભાજપે પારદર્શક રીતે ઉમેદવારોની પસંદગી કરાયાની અને કોઈ વિરોધ કે અણગમો ન હોવાની વાત સાથે બળવો વગેરેની શકયતાઓને વિશ્વાસપૂર્વક નકારી કાઢી હતી. આ દાવાને ર૪ કલાક પૂર્ણ થવા પહેલાં જ ભાજપમાં ઠેર-ઠેર ભડકાની સ્થિતિ ઊભી થવા પામી હતી. અમદાવાદ, સુરત, વડોદરા તથા રાજકોટ વગેરેમાં ઉમદવારોની પસંદગી મામલે કાર્યકરોમાં ભારે રોષ ફેલાતા ઉગ ્રવિરોધ નોંધાઈ રહ્યો છે. જેમાં અમદાવાદમાં તો શહેર ભાજપ કાર્યાલયે કાર્યકરોએ હોબાળો મચાવતા ભાજપ અગ્રણીઓએ ધસી જઈ ડેમેજ કન્ટ્રોલની કામગીરી આરંભી હતી. ભાજપે ૬ મનપાની ચૂંટણી માટે તમામ ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે, જેમાં અમદાવાદમાં પણ ઉમેદવારોની યાદીમાં નવા ચહેરા જાેવા મળ્યા છે. એને લઈને વહેલી સવારથી ભાજપના નારાજ કાર્યકરો ખાનપુર કાર્યાલય ખાતે રજૂઆત કરવા એકઠા થયા હતા. જાેકે સવારથી જ ધારાસભ્ય, શહેરપ્રભારી, શહેર પ્રમુખ અને પદાધિકારીઓ કાર્યકરોને રીઝવવાના પ્રયાસો કરી હાથ ધર્યા હતા. જાે કે તેમાં કેટલાક કાર્યકરો પોતાની માંગ પર અડગ છે અને કેટલાક લોકોએ રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી છે, ત્યારે રાજ્ય ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ ખાનપુર કાર્યાલયે દોડી આવ્યા હતા અને ડેમેજ કન્ટ્રોલ કરવા માટે કવાયત હાથ ધરી રહ્યા છે. આ મામલે અમદાવાદ શહેર પ્રભારી આઈ.કે.જાડેજાએ જણાવ્યું હતું કે અમારી પાર્ટી દ્વારા જે ઉમેદવારોની યાદી તૈયાર કરવામાં આવી છે એમાં તમામ પાસાંને ધ્યાનમાં રાખવામાં આવ્યાં છે. જાેકે કાર્યકરોની નારાજગી હોય એ સ્વાભાવિક છે, પણ અમે તમામ જાેડે વન ટુ વન બેસીને ચર્ચા કરી છે, તમામને સમજાવ્યા છે. પ્રદીપસિંહ જાડેજા પણ અહીંએક કાર્યકરના ભાગરૂપે આવ્યા છે, તેઓ પણ કાર્યકરોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યાછે, પણ મને લાગે છે કે અમારા કોઈપણ કાર્યકર રાજીનામું નહીં આપે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ગુજરાતમાં અનેક નવી પાર્ટીઓ આવીને અખતરા કરી ચૂકી છે, ઓવૈસી કે મનીષ સિસોદિયા જેવા કોઈપણ પક્ષના નેતા આવે, એનાથી અમને નુકસાન નથી, અમારો કોઈ કાર્યકર તેમની વાતમાં આવીને ભ્રમિત નહીં થાય. ગુજરાતમાં ભાજપની જીત નિશ્ચિત છે. ભાજપના કાર્યકરો વિશેની વાતો માત્ર અફવા છે. ગુજરાતમાં મહાનગરપાલિકાની ચૂંટણી અંગેના ઉમેદવારો જાહેર થતાં જ રાજકોટ, સુરત, વડોદરામાં વિરોધનું વાતાવરણ શરૂ થયા બાદ અમદાવાદમાં પણ અસંતુષ્ટો ઊભા થયા હતા અને કેટલાકને ટિકિટ ફાળવવાના મુદ્દે અને કેટલાકને ન ફાળવવાના મુદ્દે શહેર ભાજપ કાર્યાલય ખાતે વિરોધ વ્યક્ત કરવામાટે પહોંચી ગયા હતા. જેને કારણે અમદાવાદ ભાજપમાં પણ બળવા જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે ડેમેજ કંટ્રોલર તરીકે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા કાર્યાલય પર દોડી આવ્યા હતા અને નારાજ કાર્યકરોને મનાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. જેમાં વડોદરાના એક વોર્ડના ૯૦ જેટલા કાર્યકરોએ ભાજપમાંથી રાજીનામાં પણ આપી દીધા હતા. શહેરના વાસણા, નારણપુરા, ગોતા, ચાંદખેડા, સરદારનગર સહિતના વોર્ડમાં કાર્યકરોએ ભારે વિરોધ કર્યો છે. ચાંદખેડાના કાર્યકરો મહિલા ઉમેદવાર પ્રતિમા સક્સેના સામે વિરોધ કરવા ખાનપુર કાર્યાલય પહોંચ્યાં હતાં. અહીં આઇ.કે.જાડેજાને આવેદન પત્ર આપી ચીમકી ઉચ્ચારી હતી કે શુક્રવારે બપોરે ૧૨ વાગે ઉમેદવાર નહીં બદલાય તો ૫૦૦ કાર્યકરો રાજીનામાં આપી દેશે. ૨૦૧૫માં પણ સ્થાનિક ઉમેદવારને બદલે અન્યને ટિકિટ આપવામાં આવી હતી. સરદારનગર વોર્ડમાં પણ નારાજ કાર્યકરો ખાનપુર કાર્યાલય પહોંચ્યા હતા. જ્યારે વાસણામાં આયાતી ઉમેદવાર સામે વિરોધ થયો હતો. ગોતામાં પણ ભાજપના કાર્યકરોએ હાય હાયના નારા બોલાવ્યા હતા. કેતન પટેલ વોર્ડ પ્રમુખ હોવા છતાં ટિકિટ આપતાં તેની સામે વિરોધ ઊભો થયો હતો. જ્યારે અજય દેસાઈ મહામંત્રીનો દીકરો હોવાને કારણે વિરોધ થયો હતો. કાંકરિયા ખાતે જુલાઈ ૨૦૧૯માં રાઇડ અકસ્માત થયો. જેમાં જવાબદાર અને રાઇડનો કોન્ટ્રેક્ટ ધરાવતા ઘનશ્યામ પટેલના ભાઈ મહેન્દ્ર પટેલને અમરાઈ વાડીથી ટિકિટ આપવામાં આવતાં વિવાદ સર્જાયો છે. વિવાદાસ્પદને ટિકિટ આપવામાં આવતાં સ્થાનિક કાર્યકરોએ પણ વિરોધ નોંધાવ્યો છે. જાેકે આ વખતે ટિકિટ ફાળવવામાં ધારાસભ્યોનું વર્ચસ્વ રહ્યું હોવાને કારણે આ પરિસ્થિતિ સર્જાઇ હોવાનું ભાજપનાં સૂત્રોનું કહેવું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews