રાજયસભામાં કોંગ્રેસના દિગ્ગજ નેતા ગુલામનબી આઝાદનો કાર્યકાળ ૧પ ફેબ્રુઆરીએ સમાપ્ત થશે

0

રાજયસભામાં કોંગ્રેસના સૌથી દિગ્ગજ નેતા ગુલામનબી આઝાદનો કાર્યકાળ ૧પ ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થાય છે. કોંગ્રેસ રાજયસભા માટે તેમના વિકલ્પની શોધ કરી રહી છે. લોકસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે, રાજયસભામાં આનંદ શર્મા અને પુર્વ કેન્દ્રીયપ્રધાન પી. ચિદમ્બરમના નામ ઉપર ગુલામનબી આઝાદના વિકલ્પ તરીકે પાર્ટીમાં મંથન થઈ રહયું છે. નામ ન આપવાની શરતે કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ કહયું કે, રાજયસભામાં કોંગ્રેસના સાંસદ અને મધ્યપ્રદેશના ભુતપુર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહનું નામ પણ ચર્ચામાં છે. રાજયસભામાં પાર્ટીનાં નેતા તરીકે પણ દિગ્વિજયસિંહના નામ ઉપર સહમતી થઈ શકે છે. ગુલામનબી આઝાદનો કાર્યકાળ ૧પ ફેબ્રુઆરીએ સમાપ્ત થયા પછી, ઉપલા ગૃહમાં જમ્મુ- કાશ્મીરના કેન્દ્ર શાસિત પ્રદેશનું પ્રતિનિધિત્વ કરનાર કોઈ સભ્ય રહેશે નહીં. ઉપલા ગૃહમાં જમ્મુ-કાશ્મીરનું પ્રતિનિધિત્વ કરતા ચાર નેતાઓએ વર્ષ ર૦૧૯માં કેન્દ્ર શાસિત પ્રદેશ બનતા પહેલાં તેમનો કાર્યકાળ પુર્ણ કરી લીધો છે. જમ્મુ-કાશ્મીર શાસિત ક્ષેત્રમાં હાલમાં કોઈ ચુંટાયેલી વિધાનસભા નથી. તેથી જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીઓ યોજાય ત્યાં સુધી સંસદના ઉપલા ચેમ્બરમાં કોઈ પ્રતિનિધિ રહેશે નહીં. પીપલ્સ ડેમોક્રેટીક પાર્ટીના બે સાંસદ નઝીર અહેમદ લવે અને મીર મોહમ્મદ ફૈઝનો કાર્યકાળ ૧૦ અને ૧પ ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થવા જઈ રહયો છે. ગુલામનબી આઝાદનો કાર્યકાળ ૧પ ફેબ્રુઆરી અને ભાજપના શમશેરસિંહ મનહસનો કાર્યકાળ ૧૦ ફેબ્રુઆરીએ સમાપ્ત થઈ રહયો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!