કોરોના મહામારી દરમ્યાન લાંબા સમય પછી રાજયમાં બંધ રહેલ શાળા-કોલેજાે સરકાર દ્વારા તબક્કાવાર શરૂ કરાઈ રહેલ રહી છે. જેમાં હવે કોલેજાેમાં પ્રથમ વર્ષનું શૈક્ષણિક કાર્ય શરૂ કરવાનો નિર્ણય લેવાતા રાજયભરની કોલેજાેમાં પ્રથમ વર્ષના વર્ગોનો આરંભ થયો છે. ગુજરાતમાં આજથી કોલેજાેના વર્ગો શરૂ થયા છે. ધોરણ ૧૨ પાસ કર્યા પછી એક વર્ષથી કોલેજના કલાસ ભરવાની રાહ જાેતા વિદ્યાર્થીઓના આતુરતાનો હવે અંત આવ્યો છે. જીવલેણ કોરોના મહામારીને લઇ કોલેજાેમાં પણ શૈક્ષણિક કાર્ય ઠપ્પ થઇ ગયું હતું. કોલેજાે ફરી શરૂ થવાનુ જાણીને વિદ્યાર્થીઓને ઉત્સાહ પણ બેવડાઇ ગયો છે. જાે કે વિદ્યાર્થીઓને કોલેજમાં જઇને કોરોનાની ગાઇડ લાઇનને અનુસરવી પડશે. જેમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનો પણ ઉપયોગ કરવો પડશે. રાજ્યમાં કોરોના સંક્રમણની તીવ્રતા દિવસે દિવસે ઘટતી જાય છે ત્યારે વિદ્યાર્થીઓના લાંબાગાળાના શૈક્ષણિક હિતમાં રાજ્ય સરકારે અગાઉ તા.૧૧ જાન્યુઆરીથી પ્રથમ તબક્કે ધો.૧૦-૧ર અને તમામ પોસ્ટ ગ્રેજ્યુએટ, પી.એચ.ડી,એમ.ફિલ અભ્યાસક્રમો તેમજ મેડીકલ, પેરામેડિકલના અને સ્નાતક કક્ષાનાં અભ્યાસક્રમોના ફાઈનલ ઇયર(અંતિમ વર્ષ)ના તમામ વિદ્યાર્થીઓ માટે વર્ગખંડો ભૌતિક રીતે શરૂ કરાવ્યા હતા તે પછી ધો.૯અને ૧૧ના વર્ગો શરૂ કર્યા અને હવે, શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓની સંયુકત બેઠકમાં વિશદ ચર્ચા-પરામર્શબાદ રાજ્ય સરકારે આજ તા.૮ ફેબ્રુઆરી સોમવારથી પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને પણ વર્ગખંડ-ભૌતિક શિક્ષણ આપવા કોલેજાે શરૂ કરવાનો ર્નિણય કર્યો છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews