ચીન ઉપર નજર રાખવા ભારતે સર્વિલન્સ સિસ્ટમ તૈયાર કરી

0

વાસ્તવિક નિયંત્રણ રેખા ઉપર ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત મોટું પગલું ભરવા જઈ રહ્યું છે અને ઘૂસણખોરીની ભાળ મેળવવા માટે નિગરાણી સિસ્ટમને મજબૂત કરવાની યોજના છે. સરહદે ડ્રોન, સેન્સર, ટોહી અને ઈલેક્ટ્રોનિક યુદ્ધ ઉપકરણ દ્વારા ચીનની પીપલ્સ લિબરેશન આર્મીની હરકતો પર ચોવીસ કલાક નજર રાખી શકાશે. લદાખમાં ગત વર્ષ મે મહિનામાં ચીન સાથે ઘર્ષણ શરૂ થયું હતું અને અત્યાર સુધીમાં અનેકવાર બંને દેશોના સૈનિકો વચ્ચે ભીડંત થઈ ચૂકી છે. આ બધા વચ્ચે ચીન વાસ્તવિક નિયંત્રણ રેખા પર ઝડપથી ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં લાગ્યું છે. જેને જાેતા હવે ભારતે પણ સરહદે નિગરાણી સિસ્ટમ અને ગુપ્તચર તંત્રને ઉચ્ચ કોટિનું બનાવવાનો ર્નિણય લીધો છે. ટીઓઆઈના અહેવાલ મુજબ રક્ષા મંત્રાલયના એક સૂત્રના જણાવ્યાં મુજબ વાસ્તવિક નિયંત્રણ રેખા પર પાકિસ્તાન સાથે ૭૭૮ કિલોમીટર લાંબી નિયંત્રણ રેખાની જેમ સતત સૈનિક તૈનાત કરી શકાય તેમ નથી. આથી એલએસી પર ગેપ ફ્રી કવરજે અને વાસ્તવિક સમયની જાણકારી માટે હાલના નિગરાણી તંત્રને તત્કાળ અપગ્રેડ કરવાની જરૂર છે. રક્ષા મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે ઊંચાઈવાળા વિસ્તારો ઉપર નજર રાખવા માટે મીની ડ્રોન અને અલ્ટ્રા લોન્ગ રેન્જ સર્વિલાન્સ કેમેરાથી લઈને દૂરથી સંચાલિત થનારા એરક્રાફ્ટ સિસ્ટમથી નિગરાણી ક્ષમતા વધારવાની યોજના છે. આ સાથે જ સેના માટે ઈઝરાયેલ પાસેથી ત્રણથી ચાર ઉપગ્રહ સંચાર-સક્ષમ હેરોન યુએવી (માનવરહિત હવાઈ વાહન) ને લીઝ ઉપર લેવાની પણ વાત ચાલી રહી છે. આ ઉપરાંત વાયુસેના માટે હેરોપ કમિકેજ એટેક ડ્રોન પણ ખરીદવાના છે. સૂત્રોના જણાવ્યાં મુજબ ડીઆરડીઓએ બોર્ડર ઓબ્ઝર્વેશન એન્ડ સર્વિલાન્સ સિસ્ટમને લગભગ તૈયાર કરી લીધી છે. જેમાં અનેક સેન્સર સિસ્ટમ લાગેલી છે. આ ઉપરાંત ભારતીય સેનાએ ગત મહિને એક ભારતીય કંપની સાથે ૧૪૦ કરોડ રૂપિયાનો કરાર કર્યો હતો, જે હેઠળ એડવાન્સ વર્ઝનના સ્વિચ ડ્રોન ખરીદવામાં આવશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!