જામકંડોરણામાં ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસીએશનનાં હોદ્દેદારોની વરણી કરાઈ

0

જામકંડોરણા ખાતે ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસીએશનની કારોબારી સભ્યોની મિટિંગ યોજાઈ હતી જેમાં તમામ સભ્યોની સંમતિથી નવા હોદેદારોની વરણી કરાઈ હતી. સુખદેવસિંહ જાડેજા પીપરડીને સર્વ સંમતિથી પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ઉપપ્રમુખ તરીકે કેશુભાઈ મઢવી અને મહામંત્રી નાથુભા જાડેજાની વરણી કરાઈ હતી. આ તકે મજૂર એસોસીએશનના પ્રમુખ ભીખાભાઇ ચુડાસમા અને કારોબારી સભ્યો મુન્નાભાઈ પાનસૂરિયા, મેઘાભાઈ ગોવાભાઈ મઢવીએ હાજરી આપી હોદ્દેદારોનું ફૂલહારથી સન્માન કર્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!