કચ્છમાં વ્રજવાણી ઉપર થશે મોરારીબાપુ દ્વારા કથાગાન

0

પૂજય મોરારીબાપુની ૮પપમી માનસ કથા ૧૩ ફેબ્રુઆરીથી ર૧ ફેબ્રુઆરી દરમ્યાન રાપર-કચ્છનાં છેવાડાનાં વ્રજવાણી સ્થાન ઉપર આયોજીત થઈ છે. કોરોનાનો કહેર ઘટયો છે પણ નાબુદ નથી થયો. તેથી સરકારની ગાઈડલાઈન મુજબ નીતિ-નિયમોનાં પરિપાલન સાથે મર્યાદિત શ્રોતાઓ સમક્ષ કથા ગવાશે. યાદવ કુળનાં વંશજ ગણાતા આહીર પરિવારોની આસ્થાનું આ સ્થાન છે, જયાં રાધાકૃષ્ણનું મંદિર છે. મંદિરની વિશેષતા એ છે કે, અહી ૧૪૦ સતીમાતાઓની મૂર્તિઓ ગોળાકારે ગોઠવાયેલી છે જેમણે અહી પ્રાણની આહુતિ આપી છે. બાપુની કુલ કથાક્રમની આ ૮પપમી કથા છે. કચ્છની ભૂમિ ઉપરની તેમની આ ર૮મી કથા છે.
ભારતમાં મહુવા-તલગાજરડા પછીનાં ક્રમે સહુથી વધુ વખત કચ્છમાં કથાગાન થયું છે. કથાનાં યજમાન પ્રવીણભાઈ તન્ના તલગાજરડી વ્યાસપીઠનાં સમર્પિત-સુગંધીત સુમન છે. તા.૧૩-ર-ર૦ર૧ શનિવારે સાંજે ૪ થી ૬ અને
૧૪-ર-ર૦ર૧થી સવારનાં ૯ થી ૧ દરમ્યાન આસ્થા ટીવી તેમજ યુટયૂબનાં માધ્યમથી શ્રોતાઓ શ્રવણ લાભ પ્રાપ્ત થશે. કચ્છનાં રણ કાંઠાનું નાનકડું ગામડું હોવાથી ત્યાં કોઈ વિશેષ નિવાસ વ્યવસ્થા નથી. વળી, મર્યાદિત સંખ્યામાં જ શ્રોતાઓ માટે મંજુરી છે. તેથી સહુએ ઘેરબેઠા શ્રાવણ લાભ લેવો ઉચિત ગણાશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!