વેરાવળના રઘુવંશી આગેવાનની ગુજરાત અર્બન કો.ઓપ. બેંક ફેડરેશનમાં ડીરેકટર તરીકે નિયુકિત કરાઇ

0

વેરાવળ પીપલ્સ બેંકના ચેરમેન અને લોહાણા મહાજનના પ્રમુખ વિક્રમભાઇ તન્નાની ગુજરાત અર્બન કો.ઓપ. બેંક ફેડરેશનના ડીરેકટર નિયુકિત કરવામાં આવી છે. ગુજરાત અર્બન કો.ઓપ. બેંક ફેડરેશન રાજયકક્ષાનું સંગઠન છે. જે રાજયની ૨૧૮ જેટલી સહકારી બેંકોને લગતા પ્રશ્નોના નિરાકરણ અંગે સરકાર, રીઝર્વ બેંક અને અન્ય સરકારી એજન્સીઓ સાથે રજુઆતો કરતી હોય છે. આ સંસ્થામાં રાજયના સહકારી ક્ષેત્રના અનુભવી આગેવાનો, કાયદા તથા સહકારી બેંકોને સંલગ્ને બાબતોની જાણકારી તેમજ સમજણ ધરાવતા વ્યકિતઓને સમાવેશ કરાતો હોય છે. ત્યારે સહકારી ક્ષેત્રનો બહોળો અનુભવ ધરાવતા એવા પીપલ્સ બેંકના ચેરમેન વિક્રમભાઇ તન્નાની ગુજરાત અર્બન કો.ઓપ. બેંક ફેડરેશનોમાં નિમંત્રીત ડીરેકટર તરીકે ફેડરેશનના ચેરમેન જયોતીન્દ્રભાઇ મહેતાએ નિયુકિત કરી છે. વિક્રમભાઇ તન્ના હાલ વેરાવળ પીપલ્સ બેંકના ચેરમેન ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છની અંદાજે ૩૮ નાગરીક સહકારી બેંકોના ક્ષેત્રીય સંગઠનનું પણ ચેરમેદ પદે સેવા આપી રહયા છે. આગામી દિવસોમાં તેમના અનુભવનો ફેડરેશનને લાભ મળશે. આ નિયુકિતને પીપલ્સ બેંક પરીવાર વતી બેંકના સીઇઓ રજનીકાંત ચંદારાણા અને સહકારી ક્ષેત્રના આગેવાનોએ ગૌરવ સમાન હોવાની લાગણી વ્યકત કરી હોવાનું એક યાદીમાં જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!