રાજય સરકારનાં માર્ગદર્શન મુજબ મહાશિવરાત્રી મેળાનું આયોજન કરાશે : કલેકટર ડો. સૌરભ પારધી

0

લાખો શ્રધ્ધાળુઓની આસ્થા જયાં રહેલી છે અને ગરવા ગિરનાર ક્ષેત્ર અને ભવનાથ મહાદેવ જયાં સાક્ષાત બિરાજમાન છે અને જેમના સાંનિધ્યમાં મહાશિવરાત્રીનો મહામેળો દર વર્ષે યોજાય છે તેવા આ ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાને ઉજાગર કરતા અને જેને સરકારે પણ મીની કંુભમેળો જાહેર કરેલ છે તેવો શિવરાત્રીનો મહામેળો કોરોના કાળમાં આ વર્ષે યોજાશે કે કેમ તે બાબતે ભારે અવઢવ પ્રવર્તી રહી છે. દરમ્યાન જૂનાગઢ ખાતે આગામી તા. ૭મી માર્ચે આવી રહેેલા શિવરાત્રી મેળા સબબ જૂનાગઢ જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા જે પ્રકારનું માર્ગદર્શન આપવામાં આવશે અને સુચના આપવામાં આવશે તે મુજબ શિવરાત્રીનો મેળો યોજાશે. હાલ જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ રાબેતા મુજબ કરવામાં આવી રહી છે અને આખરી નિર્ણય સરકારના માર્ગદર્શન ઉપર નિર્ભર થશે તેમ જાણવા મળે છે.
ગત વર્ષે માર્ચ માસમાં કોરોનાનાં કેસની એન્ટ્રી થયા બાદ ભારતભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને પગલે રર મી માર્ચના રોજ દેશભરમાં એક દિવસ માટે જનતા કર્ફયુ લાગુ કરવામાં આવેલ હતો અને ત્યારબાદ કોરોનાને નાથવા માટે લોકડાઉનનાં પગલાં ભરાયા હતા. લોકડાઉન બાદ અનલોકની પ્રક્રિયા પણ શરૂ થઈ હતી અને ધીમેધીમે એટલે કે એક વર્ષનાં સમયગાળામાં પરિસ્થિતી થાળે પડતી જવા થઈ રહી છે. દરમ્યાન આ એક વર્ષમાં જાહેર કાર્યક્રમો, મેળાવડાઓ, ઉત્સવો વગેરે ઉપર પ્રતિબંધ હતો અને નવું વર્ષ એટલે કે ર૦ર૧માં મોટાભાગની છૂટછાટો મળી રહી છે ત્યારે ઉત્સવ અને મેળાવડાઓ તેમજ લગ્નપ્રસંગો માટે પણ મોટાભાગની રાહતો મળી છે. આ દરમ્યાન જૂનાગઢ નજીક આવેલા ભવનાથ ક્ષેત્રમાં દર વર્ષે શિવરાત્રીનો મેળો યોજાય અને જેમાં લાખોની સંખ્યામાં લોકો ઉમટે છે એવા આ શિવરાત્રીનો મેળો ૭ મી માર્ચે સંભવતઃ યોજવામાં આવી રહયો છે ત્યારે આ વર્ષે મેળો થશે કે કેમ તેનો સવાલ સર્વત્ર ચર્ચાનો વિષય બન્યો છે. બીજી તરફ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા મેળાને અનુલક્ષીને પ્લોટની હરરાજી અંગેની જાહેરાત પણ મૂકવામાં આવી હતી. દરમ્યાન ૭ મી માર્ચનો દિવસ નજીક આવી રહયો છે ત્યારે શિવરાત્રી મેળા અંગે શું નિર્ણય આવે તે બાબતે સંબંધિત તમામની મીટ રહેલી છે. બીજી તરફ ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો કાર્યક્રમ એટલે કે પ્રતિકાત્મક પરિક્રમા કે જે ધાર્મિક પરંપરા માટે સિમિત સંખ્યામાં યોજવામાં આવી હતી તે રીતે મહાશિવરાત્રીનો મેળો ધાર્મિક પરંપરા યથાવત રહે તે માટે ફકત અને ફકત સાધુ, સંતો માટે જ મેળો યોજવો અને પરંપરાને અનુસરવું એવું પણ વિચારવામાં આવી રહ્યું છે. હાલ કોરોનાનો ખતરો દૂર થઈ રહયો છે પરંતુ શિવરાત્રીના મેળાને જાે મંજુરી અપાય અને દર વર્ષની જેમ લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે અને વધારે સંખ્યામાં લોકો આ મેળો કરતા હોય છે ત્યારે તે બાબતને પણ જિલ્લા વહીવટી તંત્ર, જીલ્લા આરોગ્ય તંત્ર, જૂનાગઢ મનપા, જીલ્લા પોલીસ તંત્ર અને સરકાર ખાસ ધ્યાન રાખી રહેલ છે તેમજ યોગ્ય વાતાવરણ અને આગામી પરિસ્થિતિ ઉપર નિર્ણય લેવાય તેવી શકયતા છે. આ દરમ્યાન જૂનાગઢ જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધી દ્વારા સૌરાષ્ટ્ર ભૂમિ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ વર્ષે શિવરાત્રી મેળો કઈ રીતે યોજવો તે અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવેલ નથી. પરંતુ હાલના સંજાેગોમાં શિવરાત્રી મેળા અંગેની રૂટીન મુજબની કાર્યવાહી જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. મહાશિવરાત્રીનો મેળો વર્ષોની પરંપરા મુજબ યોજવો કે પછી જે રીતે સાધુ-સંતોની પરિક્રમાનું આયોજન કરાયું હતું તે રીતે મેળાને યોજવો તે બાબતે રાજય સરકારના યોગ્ય માર્ગદર્શન મુજબ આગળની કાર્યવાહી કરાશે. જાે કે, હાલ જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા આ બંને મુદ્દાઓને ધ્યાને લઈ સંપૂર્ણ તૈયારી કરવામાં આવી રહી છે તેમ જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધીએ જણાવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!