જૂનાગઢ શહેરમાં જવાહર રોડ ઉપર આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવાન સ્વામિનારાયણનાં સ્વહસ્તે પધારાવેલા દેવો ભકતજનોની મનોકામના પૂર્ણ કરે છે અને દરરોજ મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે આવે છે. જુદા-જુદા તમામ વર્ગનાં ભાવિકો અને અનુયાયીઓ શ્રધ્ધાનાં દિપક જલાવે છે. ભગવાન સિધ્ધેશ્વર મહાદેવ સ્વયંમ આર્શિવાદ વરસાવી રહ્યા છે. તેવા આ પૂણ્યશાળી ધાર્મિક સ્થળ એવા સ્વામિનારાયણ મંદિર ખાતે વર્ષ દરમ્યાન ધાર્મિક સેવાકીય કાર્યક્રમો થતા હોય છે. જયારે પણ માનવતા અને મદદનો પોકાર ઉઠે છે ત્યારે પણ જૂનાગઢનું સ્વામીનારાયણ મુખ્ય મંદિર કાયમને માટે સહાયભૂત બનવા આગે કદમ રાખે છે અને સહયોગ પુરેપુરો આપે છે. મંદિરનાં ચેરમેન કોઠારી સ્વામિ દેવનંદનદાસજી અને ટ્રસ્ટી મંડળ તેમજ મુખ્ય કોઠારી શાસ્ત્રી સ્વામિ પ્રેમસ્વરૂપદાસજી (નવાગઢ વાળા)નાં માર્ગદર્શન હેઠળ અનેકવિધ ધાર્મિક અને સેવાકીય કાર્ય થતા હોય છે. આવા શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિરે આવતીકાલથી દ્વિદિવસીય ધર્મોત્સવ તેમજ ઠાકારોજીનો ભવ્ય રાજાેપચાર, પૂજનનો કાર્યક્રમ તેમજ પ૦૦ કિલો ગુલાબ પાંખડીથી પુષ્પાઅભિષેક કરવાનાં કાર્યક્રમનું આયોજન થયું છે અને ધર્મપ્રેમી જનતાને તેનો લાભ લેવા જણાવાયું છે. શ્રી સ્વામિનારાયણ મંદિર-જૂનાગઢ એટલે શ્રી રાધારમણદેવ-મહાપ્રતાપી શ્રી સિધેશ્વર મહાદેવની કૃપાનું ધામ કરોડો મુમુક્ષુઓની આસ્થા અને શ્રધ્ધાનું સ્થાન ભગવાન સ્વામિનારાયણે પોતાની બાહુઓમાં લઈ સ્વહસ્તે પધરાવેલા દેવોનાં દર્શન-પૂજન-અર્ચન અને માનતાથી આજે પણ અનેક લોકો સુખી થયા છે. આ ધામમાં ભકતો અનેક ઉત્સવો અને પૂજન દ્વારા પોતાની શ્રધ્ધાનું અર્ધ્ય સમર્પિત કરતા હોય છે. તા.૧૦-ર-ર૦ર૧ અને ૧૧-ર-ર૦ર૧નાં રોજ પણ શ્રી ઠાકોરજીનો ભવ્ય રાજાેપચાર પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. પ૦૦ કિલ્લો ગુલાબની પાંખડીથી પુષ્પાભિષેક, પ૦૦ કિલ્લો દ્રાક્ષનો ફળફુટ તેમજ દક્ષીણનાં પવિત્ર વિદ્રાન બ્રાહ્મણો વેદમંત્રો સાથે રાજાેપચાર પૂજનવિધિ કરાવશે. આ પ્રસંગે નાસિક નિવાસી પુરાણી સ્વામિ જ્ઞાનજીવનદાસજીનાં શિષ્યમંડળનાં યજમાન પદે સ્વામિ માધવપ્રકાશદાસજી તથા હરિભકતો લાભ લેશે. પ્રસંગની પૂર્વ સંધ્યાએ તા.૧૦-ર-ર૦ર૧નાં રાત્રે ૮ઃ૦૦ કલાકે સાળંગપુર હનુમાનજી મંદિરથી શાસ્ત્રી સ્વામિ હરિપ્રકાશદાસજી (અથાણા વાળા)નાં વકતાપદે ભવ્ય સત્સંગસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ધામો-ધામથી સંતો-મહંતો પણ પધારી દર્શનનો લાભ લેશે. સર્વે ધર્મપ્રેમી જનતાને આ વિશિષ્ટ મહોત્સવનો લાભ લેવા મંદિરનાં ચેરમેન કોઠારી સ્વામિ દેવનંદનદાસજી તથા મુખ્ય કોઠારી શાસ્ત્રી સ્વામિ પ્રેમસ્વરૂપદાસજી(નવાગઢ વાળા)એ અનુરોધ કર્યો છે. એમ કોઠારી પી.પી. સ્વામિની યાદીમાં જણાવ્યું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews