જૂનાગઢ સહિત રાજયભરમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓને લઈને ભારે રાજકીય ગરમાવો વ્યાપેલો છે. નગરપાલિકાની ચૂંટણી, પેટા ચૂંટણી તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓનો માહોલ જામ્યો છે. દરમ્યાન જૂનાગઢ મહાનગરપાલિકાનાં વોર્ડ નં. ૬ અને વોર્ડ નં. ૧પની પેટા ચૂંટણી યોજાઈ રહી છે તેમાં વોર્ડ નં. ૬ માં ભાજપ, કોંગ્રેસ, એનસીપી અને અપક્ષ મળી કુલ ૪ ઉમેદવારો રહ્યા છે. જયારે વોર્ડ નં. ૬ માં ભાજપ, કોંગ્રેસ, એનસીપી, આમઆદમી પાર્ટીના૧-૧ અને અપક્ષના ૩ મળી કુલ
૭ ઉમેદવારોએ ઉમેદવારીપત્રક ભર્યા છે. દરમ્યાન આજે
૯ ફેબ્રુઆરીના દિવસે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હોય ચિત્ર સ્પષ્ટ થશે. જૂનાગઢ મહાનગરપાલિકાની બે બેઠકો ઉપર પેટા ચૂંટણી અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના જંગની શરૂઆત થઈ ગઈ છે. દરમ્યાન જૂનાગઢ જિલ્લા અને તાલુકાની વિવિધ પાંચયતની બેઠકો માટે પ્રથમ દિવસે રપ૬ ફોર્મ ઉપડયા હતા પરંતુ એક પણ ફોર્મ ભરાયા નહોતા. જયારે જૂનાગઢ મનપાની બે બેઠક ઉપરની પેટા ચૂંટણીમાં ૧૪ પૈકી ૩ ફોર્મ રદ થતાં હવે ૧૧ ઉમેદવારો મેદાનમાં રહેલ છે. જાે કે આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હોય ત્યારબાદ જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે. જૂનાગઢ જિલ્લા પંચાયતની ૩૦ અને તાલુકા પંચાયતની ૧પ૮ બેઠકો ઉપર ચૂંટણી યોજાવાની છે. આ માટે ફોર્મ ભરવાની શરૂઆત થઈ ચુકી છે. ૧૩ ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકાશે ૧પ ફેબ્રુઆરીના ફોર્મ ચકાસણી થશે અને ૧૬ ફેબ્રુઆરીના ફોર્મ પરત ખેંચી શકાશે અને ત્યારબાદ ચિત્ર સ્પષ્ટ થશે.
ચૂંટણી અને મત ગણત્રી કયા દિવસે થશે ?
જૂનાગઢ મનપાની બે બેઠકો માટે ર૧-ર-ર૦ર૧ના રવિવારે સવાના ૭ થી સાંજનાં ૬ વાગ્યા સુધી મતદાન થશે. જયારે
તા. ર-૩-ર૦ર૧ના મત ગણત્રી હાથ ધરાશે. ત્યારે બાજી કોણ મારે છે તે જાણવા મળશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews