જૂનાગઢના એમજી રોડ ઉપર રૂા.રપ હજારની ચિલઝડપ કરનાર આરોપીને ઝડપી લેતી પોલીસ

0

જૂનાગઢનાં એમ.જી.રોડ ઉપર ફરિયાદી ધીરૂભાઈ મોરારજીભાઈ પીઠવા લુહાર કે જેઓ કપડાની દુકાનમાં પ્રાઇવેટ નોકરી કરતા હોય, આંગડિયા પેઢીમાં રૂા. ૨૫,૦૦૦ લઈને પાછા આવતા સમયે, જૂની સિવિલ હોસ્પિટલ નજીક બે અજાણ્યા ઈસમોએ મોટર સાયકલ ઉપર પાછળથી આવી, રૂા. ૨૫,૦૦૦/- ભરેલ થેલી ચિલઝડપનાં બનાવની જાણ પેટ્રોલિંગમાં રહેલ એ ડિવિઝન પોલીસ સ્ટાફને થતા પોલીસ ટીમે તાત્કાલિક ત્યાં પહોંચી એક આરોપી તથા મોટર સાયકલ સાથે પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર એ ડિવિઝન પીઆઈ આર.જી.ચૌધરી અને સ્ટાફના માલદેભાઈ, દિનેશભાઇ, સંજયભાઈ, વનરાજસિંહ, અનકભાઈ, પ્રવીણભાઈ, સુભાષભાઈ સહિતની ટીમ દ્વારા પકડાયેલ આરોપી એજાજ ગફારભાઇ ભટ્ટી જાતે પિંજારા (રહે. નાથીબુ મસ્જિદ પાછળ, સુખનાથ ચોક, જૂનાગઢ)ની પૂછપરછ કરતા રૂપિયા લઈને નાસી ગયેલ આરોપી હસન ઉર્ફે ઠુઠો બુધાભાઈ ગામેતી (રહે. માત્રી રોડ, કુંભારવાડા, જૂનાગઢ) હોવાનું તપાસ દરમ્યાન જણાયું હતું. એ ડિવિઝન પોલીસ દ્વારા પકડવામાં આવેલ આરોપી એજાજ ભટ્ટી તથા નાસી ગયેલ આરોપી હસન ગામેતી વિરૂધ્ધ ફરિયાદી દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધાવતા, બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ એ.કે.પરમાર તથા સ્ટાફની ટીમ દ્વારા નાસી ગયેલ આરોપી હસન ગામેતીને પકડી પાડવા તથા રૂા. ૨૫,૦૦૦ કબજે કરવા તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!