જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા તાજેતરમાં યોજાનાર તાલુકા,જિલ્લા પંચાયત ચૂંટણી તથા મ્યુનિસિપલ કોર્પોરેશનની પેટા ચૂંટણી શાંતિપૂર્વક માહોલમાં યોજાય તે માટે વાહન ચેકીંગ, હથિયારધારાના કેસો, પ્રોહીબિશનના કેસો, અટકાયતી પગલાઓ, પરવાના વાળા હથિયાર જમા કરાવવા વિગેરે સંબંધી કામગીરી કરવા ખાસ ઝુંબેશ રાખી, કાર્યવાહી કરવા જિલ્લાના તમામ થાણા અમલદારો તથા પોલીસ ઓફિસરને સૂચના આપવામાં આવેલ છે. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની પેટા ચૂંટણી અનુસંધાને જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશન તથા જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં અસામાજિક તત્વો દ્વારા કોઈ ગરબડી કરવામાં ન આવે તેમજ ચૂંટણી ર્નિભયતા ભર્યા વાતાવરણમાં શાંતિના માહોલ વચ્ચે યોજાય તે માટે કાર્યવાહી કરવા માટે આપેલ સૂચના આધારે જૂનાગઢ શહેરના વિસ્તારોમાં જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર એ અને સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોલીસ દ્વારા આંબેડકર નગર બીલખા રોડ ખાતે એક તંબું ચોકી ચાલુ કરવામાં આવેલ છે. જૂનાગઢ કોર્પોરેશનની પેટા ચૂંટણીમાં ખાસ કરીને વોર્ડ નં. ૧૫ ના પંચેશ્વર, ધરાર નગર, બીલખા રોડ, ખાડિયા, ગાંધીગ્રામ વિસ્તાર ઉપર નજર રાખવા માટે એક ખાસ તબું ચોકી ચાલુ કરી, હથિયારધારી પોલીસ વાયરલેસ સાથે હાજર રાખવામાં આવેલ છે. ઉપરાંત, એક પીસીઆર વાન પણ હાજર રાખી, વોર્ડ નં ૧૫ ના પંચેશ્વર, ધરાર નગર, બીલખા રોડ, ખાડિયા, ગાંધીગ્રામ વિસ્તારમાં એ ડિવિઝન પીઆઇ આર.જી.ચૌધરી, સી ડિવિઝન પીએસઆઇ પી.જે.બોદર તથા સ્ટાફ દ્વારા સંયુક્ત પેટ્રોલિંગ, ફૂટ પેટ્રોલિંગ, મોટર સાઈકલ પેટ્રોલિંગ, પ્રોહીબિશનના બુટલેગર તથા ભૂતકાળમાં ગુન્હાઓમાં પકડાયેલ આરોપીઓનું ખાસ ચેકીંગ હાથ ધરવામાં આવેલ હતું. જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલ કાર્યવાહી સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન ચાલુ જ રાખવામાં આવશે, તેમ પોલીસની યાદીમાં જણાવાયું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews