જૂનાગઢનાં રેવન્યુ પ્રેકટીશનર એડવોકેટ ગીરીશભાઈ મશરૂએ મુખ્યમંત્રી, મહેસુલ મંત્રી અને રાજયપાલને એક પત્ર પાઠવી જણાવ્યું છે કે, ગુજરાત રાજયનાં સીટી સર્વે વિસ્તારમાં આવેલ બહુમાળી બિલ્ડીંગ કે ફલેટ ધારકો કે કોમર્શીયલ બિલ્ડીંગમાં એક જ પી.આર. કાર્ડમાં માલીકીની નોંધ પડતી હતી. પરંતુ તાજેતરમાં પ્રત્યેક મિલકતનાં પી.આર.કાર્ડ બનાવવાનો રાજય સરકાર દ્વારા પરીપત્ર કરવામાં આવેલ છે જે ખૂબ જ સારી વાત છે. પણ જયાં સુધી તમામ ફલેટ ધારકોનાં અલાયદા પી.આર. કાર્ડ ન બને ત્યાં સુધી આ પી.આર.કાર્ડમાં કોઈપણ ફલેટ ધારકની નોંધ મંજુર કે રદ થાય ત્યારબાદ આ બહુમાળી બિલ્ડીંગમાં ટાઈટલ કલીયર હોય એટલે કે જે વ્યકિતનું નામ જે તે ફલેટનાં માલીક તરીકે નોંધ હોય અને તે ફલેટનાં વેંચાણ કરે તો પણ તે ફલેટનાં પ્રત્યેક ફલેટ ધારકો અલગ અલગ પી.આર. કાર્ડ બને નહી ત્યાં સુધી તેમની નોંધ મંજુર થાય નહી તેમજ નાયબ કલેકટરની કોર્ટમાં અપીલ કરવાની અને તે કેસ નાયબ કલેકટર ચલાવીને કેસ રીમાન્ડ કરે પછી નોંધ મંજુર થાય. ઉદાહરણ તરીકે જૂનાગઢમાં તળાવ દરવાજા વિસ્તારમાં આવેલ પ્રેસ્ટીજ એપાર્ટમેન્ટનાં ફલેટ નં.૧૩નું વેંચાણ કંચનબેન કોટકનાં નામ નોંધાયેલ છે અને જેન્તીભાઈ કોટકને રજીસ્ટર દસ્તાવેજથી આ ફલેટ વેંચાણ કરતા ટાઈટલ કલીયર હોવા છતાં જેન્તીભાઈનાં નામની નોંધ રદ/નામંજુર કરવામાં આવી છે. કારણ કે ફલેટ નં.૧૪૪૧રની નોંધ નામંજુર/રદ થઈ છે. આથી સીટી સર્વે કચેરી આ બહુમાળી મકાનનાં પી.આર. કાર્ડને ટાઈટલ કલીયર ગણતા નથી અને નોંધો નામંજુર કરે છે. આમ, પ્રત્યેક ટાઈટલ કલીયર મિલકત હોવા છતાં લોકોને અપીલ રીવીઝન કરવી પડે છે અને વેંચાણ/લોન/વારસાઈ વિગેરે કરવામાં વ્યવહાર કરવા પારાવાર મુશ્કેલી પડે છે અને મોટું નુકશાન થાય છે. ત્યારે જયાં સુધી પ્રત્યેક ફલેટ ધારકોનાં પી.આર. કાર્ડ બની ન જાય ત્યાં સુધી જુની વ્યવસ્થા ચાલું રાખવા સુચના આપવા પરીપત્ર કરવા વિનંતી છે અને પ્રત્યેક ફલેટનાં પી.આર. કાર્ડ બની જાય ત્યારબાદ જ આ પ્રકારની કાર્યવાહી કરવા પત્રમાં રજૂઆત કરાઈ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews