સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ મત ગણતરી માટેની ચૂંટણી પંચે બહાર પાડી એસઓપી

0

કોરોના મહામારી વચ્ચે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ચૂંટણી પંચે માર્ગદર્શિકા જાહેર કરી છે. જે મુજબ મતગણતરી હોલમાં ૭થી વધુ ટેબલ ગોઠવી શકાશે નહીં. તમામ સ્ટાફે માસ્ક ફરજીયાત પહેરવું પડશે. સાથે જ હોલને સેનિટાઈઝ કરવો પડશે. થર્મલ ગન રાખવી પડશે. તેમજ યોગ્ય પબ્લિક એડ્રેસ સિસ્ટમ ગોઠવવાની પણ સૂચના અપાઈ છે. જાે મતગણતરી એજન્ટ કોરોના પોઝિટિવ જણાય તો અન્યની નિમણૂંક કરી શકાશે. સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે પ્રકારે હોલનુ આયોજન કરવું પડશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી માટે ચુંટણી પંચે માર્ગદર્શિકા જાહેર કરી દીધી છે. કોરોના સંક્રમણના પગલે માર્ગદર્શિકાનું ફરજિયાતપણે પાલન કરવા જણાવાયું છે. જેમાં મત ગણતરી હોલમા સાત કરતા વધુ ટેબલ ગોઠવી શકાશે નહીં, જેના કારણે વધારે લોકો ભેગા નહીં થઈ શકે. મતગણતરીમાં રોકાયેલ તમામ સ્ટાફે પોતાના માઢે માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે. મતગણતરી પહેલા હોલને સેનેટાઈઝ કરવો પડશે, એટલું જ નહીં, થર્મલ ઘનની વ્યવસ્થા રાખવા પણ સુચના અપાઈ છે. મત ગણતરી એજન્ટ કોરોના પોઝિટીવ જણાય તો અન્ય એજન્ટ નિમી શકવાની ઓથોરિટી આપવામાં આવી છે. સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે પ્રકારે હોલનુ આયોજન કરવુ પડશે. મત ગણતરી સ્થળ પર યોગ્ય પબ્લિક એડ્રેસ સિસ્ટમ ગોઠવવા પણ સુચના અપાઈ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!