પતિનું વેતન વધે તો પત્ની પણ વચગાળાનાં ભરણપોષણ ભથ્થાની હકદાર છે : કોર્ટ

0

લગ્ન વિવાદના એક કેસમાં પંચકૂલા ફેમિલી કોર્ટ દ્વારા પત્નીને વચગાળાનું ભરણપોષણનું ભથ્થું ૨૦ હજારથી વધારીને ૨૮ હજાર કરવાને યોગ્ય ઠેરવી હાઇકોર્ટે તેમાં દખલ કરવાથી ઇનકાર કરી દીધો. હાઇકોર્ટે પતિની અરજી ફગાવતા કહ્યું કે પતિનું વેતન વધ્યું હોય તો પત્ની પણ વધેલા વચગાળાના ભરણપોષણના ભથ્થાની હકદાર છે. પંચકૂલા નિવાસી વરુણ જગોટ્ટાએ હાઇકોર્ટમાં અરજી કરતાં પંચકૂલા ફેમિલી કોર્ટના પાંચ માર્ગ ૨૦૨૦ના ચુકાદાને પડકાર્યો હતો. અરજીકર્તાએ જણાવ્યું કે, ફેમિલી કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે અરજદારનું વેતન ૯૫ હજારથી વધારીને ૧૧૪૦૦૦ થઇ ગયું છે જે યોગ્ય નથી. તમામ કપાત બાદ તેને ૯૨,૧૭૫ રૂપિયા વેતન રૂપે મળે છે અને તેવામાં ૨૮ હજાર વચગાળાનું ભરણપોષણનું ભથ્થુ આપવાનો આદેશ કેવી રીતે આપી શકાય. કોર્ટે દલીલ ફગાવતા કહ્યું કે રિવિઝન પિટિશનમાં હાઇકોર્ટના હસ્તક્ષેપની સંભાવના ઘણી ઓછી હોય છે. એવુ ત્યારે થાય છે જ્યારે આદેશ કાયદાની વિરૂધ્ધ અથવા પક્ષપાતવાળો હોય. આ મામલે એવુ કંઇ નથી લાગી રહ્યું. બીજી બાજુ જ્યાં પતિના વેતનમાં વધારો થયો છે ત્યાં બીજી તરફ પત્નીના ઘરના ભાડામાં પણ ૧૫૦૦ રૂપિયાની વૃદ્ધિ થઈ છે. જેમાં ફેમેલી કોર્ટે પોતાનો ર્નિણય સંભળાવતા જણાવ્યું કે, તમામ તથ્યો ઉપર વિચાર અને મંથન કરવામાં આવ્યું છે અને આદેશ વિસ્તૃત છે. હાઈકોર્ટે આ અરજીમાં કોઈપણ પ્રકારની રાહત આપવાની મનાઈ ફરમાવતા તેની અરજીને રદ કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!