કેશોદમાં વ્યાજખોરો માનસિક ત્રાસ આપતા હોવા બાબતે ઉચ્ચ કક્ષાએ થયેલ રજુઆતમાં ફરીયાદીએ ખોટી ફરીયાદ કરી હોવાનો વેપારીનો આક્ષેપ?

0

કેશોદમાં રહેતા અને રેડીમેઈડ કપડાનો વેપાર કરતા પિયુષ શાંતિલાલ વસંતે પોતાના ધંધા અને અન્ય કારણોસર શહેરના અલગ અલગ લોકો પાસેથી દસ લાખ રૂપિયાથી વધુની રકમ વ્યાજે લીધેલ હોય જે રકમ વ્યાજ સહિત ચુકવી દીધી હોવા છતાં હજુ વ્યાજ અને પેનલ્ટીના નામે દશ લાખ રૂપિયાથી વધુ રકમની માંગ કરવામાં આવતી હોવાનું અને તેના ઘર પરિવારને સાફ કરવાની ધમકી આપતા  હોવાનું અને માનસિક ત્રાસ આપતા હોવાનું વેપારી રટણ કરી રહ્યો છે.
જે બાબતે વેપારીએ જૂનાગઢ ડીએસપીને રૂબરૂ મળી આપેલી લેખિત ફરિયાદમાં જણાવ્યું હતું કે, કેશોદમાં રહેતા અશોક જેન્તીલાલ પાસેથી વ્યાપારીના નાતે સાડા ત્રણ લાખનો માલ લીધેલ હતો તેમના  બિલની રકમ ભરપાઈ કરી દિધી હોવા છતાં હજુ મુળ રકમની માંગ કરે છે તેવું લેખિત ફરિયાદમાં જણાવ્યું હતું અને તે બાબતની આઈજીપી ડીજીપી ગૃહમંત્રી તથા મુખ્યમંત્રીને પણ ફરિયાદની નકલ મોકલી હોવાનું જાણવા મળ્યું છે. તેમજ કેશોદ પીઆઈને ૨૩-૧-ર૦ર૧ના રોજ લેખિત ફરિયાદ આપી હોવાનું જણાવ્યું હતું. આ બાબતે કાપડના વેપારી અશોકભાઈ જેન્તીલાલ રાયચડા સામે વ્યાપારીના નાતે સાડા ત્રણ લાખ રૂપિયાનો માલ લીધેલ તેમના બિલની રકમ ભરપાઈ કરી દિધી હોવા છતાં હજુ મુળ રકમની માંગ કરે છે જે બાબતે અશોકભાઈ જેન્તીલાલ  રાયચડાએ મીડિયા સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું હતું કે, ફરીયાદીને ધંધા માટે પૈસાની જરૂરીયાત હોઈ ઓળખાણ તથા મિત્રતાના નાતે ત્રણ લાખ પાંસઠ હજાર રૂપિયા હાથ ઉછીના રોકડા આપેલ જેના બદલામાં પીયુષકુમાર શાંતીલાલ વસંતે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા કેશોદ  શાખાના ખાતા નં. ૩૬૦૯૧૮૫૮૭૫ ના બે ચેક આપેલ જેમાં બે લાખનો ચેક નં. ૦૫૨૧૭૩ જે તા. ૪-૨-૨૦૨૧ ની મુદતનો ચેક આપેલ તેમજ એક લાખ પાંસઠ હજારનો ચેક નં. ૦૫૨૧૭૪ તા. ૪-૨-૨૦૨૧ની તારીખનો ચેક આપેલ હતો જે બાબતની તા. ૪-૧૨-૨૦૨૦ના રોજ એડવોકેટ જે. સી.  કૌશિક પાસે નોટરી કરાવેલ હતી જે મુદત મુજબ બેંકમાં એક લાખ પાંસઠ હજાર રૂપિયાનો ચેક જમાં કરતા ખાતામાં પુરતી રકમ ન હોવાના કારણે ચેક રીટર્ન થયો છે. જે બાબતે અન્ય લોકો પાસેથી લીધેલ રૂપીયા પરત આપેલ છે કે ખોટી ફરીયાદ કરવામાં આવી હશે તે પોલીસ તપાસ પુર્ણ થયા બાદ જ સત્ય હકીકત બહાર આવશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!