જૂનાગઢનાં ટીંબાવાડીમાં મોટર સાયકલના હોર્ન વગાડવા બાબતે બોલાચાલી, સામ-સામી ફરીયાદ

0

જૂનાગઢનાં ટીંબાવાડી પાસે બનેલા એક બનાવમાં મોટર સાયકલનાં હોર્ન વગાડવા બાબતે બોલચાલી થતાં હુમલાનો બનાવ બનેલ છે. સામ-સામી પોલીસ ફરીયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે સી-ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર ગીતાબેન અશોકભાઈ ઝાલા (ઉ.વ.૩પ) રહે.ટીંબાવાડી બીલનાથપરા પાતાળ કુવા પાસે વાળાએ અમીન, ઈકુ, અમીનાબેન વગેરે સામે નોંધાવેલી ફરીયાદમાં આ કામના ફરીયાદી શાકભાજી વેંચવા માટે ઘરેથી મધુરમ દિવસના જતા હોય ત્યારે આ કામના આરોપી નં.૧ ફરીયાદીના ઘર પાસે રહેતા હોય અને પોતાની મોટર સાયકલ લઈને નીકળી અને હોર્ન વગાડતા હોય અને ફરીયાદીની દિકરી બહાર  હોય તો તેના સામે જાેઈને હોર્ન વગાડતો હોય જેથી ફરીયાદી તથા સાહેદો સમજાવવા જતા આ કામના આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ આરોપી નં.૧ -ર નાએ લાકડી વડે ફરીયાદી તથા સાહેદોને મુંઢમાર મારી સામાન્ય ઈજા કરી તેમજ આરોપી નં.૩ નાઓએ ભુંડી ગાળો કાઢી તમામે મારી નાંખવાની ધમકી આપી એક બીજાની મદદગારી કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!