જૂનાગઢ શહેરમાં ચોરીનો વધુ એક બનાવ બનવા પામેલ છે. જેમાં તાળાની ચાવી રીપેર કરવાનાં બહાને ઘરમાં પ્રવેશ કરી ઘરમાં નજર ચુકવી રૂા.ર.પર લાખની માલમત્તાની ચોરી કરી ગયાનો બનાવ બનવા પામતા ચકચાર મચી ગઈ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર વલ્લભનગર શ્રીનાથ ટાવર ગરબી ચોક આસુતોષ મકાનમાં રહેતા મગનલાલ દેવરાજભાઈ ચાવડા (ઉ.વ.૭૮) વાળાએ બે અજાણ્યા સરદારજી વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, તા.૭-ર-ર૦ર૧નાં રોજ બે અજાણ્યા સરદારજી ચાવી રીપેર કરવાવાળા સામે નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે આરોપીઓએ ફરીયાદીના ઘરે તાળાની ચાવી રીપેર કરવાના બહાને ઘરમાં પ્રવેશ કરી ઘરના કબાટમાંથી ફરીયાદીની નજર ચુકવી કબાટમાં રાખેલ સોનાના દાગીના (૧) મંગલસુત્ર-૧ સાડા ત્રણ તોલાનું કિ.રૂા.૭૦,૦૦૦/- (ર) સોનાની બંગડી નંગ-૬ નવ તોલા કિ.રૂા.૧,૮૦,૦૦૦/- (૩) નેપાળાના સફેદ મોતીઓ કિ.રૂા.ર૦૦૦/- એમ મળેલ કુલ રૂા.ર,પર,૦૦૦/-ની ચોરી કરી લઈ જતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.