વંથલી પંથકમાંથી ઈંગ્લીશ દારૂ ઝડપાયો, દારૂની હેરાફેરી અંગે પાંચ સામે ફરીયાદ

0

વંથલી પોલીસ સ્ટેશનનાં પો.કો. સોમાતસિંહ ભીખાભાઈ અને સ્ટાફે નરેડીથી રોડ ઉપરથી ગઈકાલે દારૂનો જથ્થો ઝડપી લઈ દારૂની હેરાફેરી કરનારાઓ સામે કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર આ કામના આરોપી વિપુલ ઉર્ફે કડી સુરાભાઈ સુત્રેજા, નાગા લાખાભાઈ થાપલીયા, તેમજ ભરત પરબતભાઈ મુળીયાશીયા તેમજ નવઘણ નથુભાઈ થાપલીયા, લતીફ ઉર્ફે બાવલો ગામેતી રહે.ટીકર વાળા વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે આ કામના આ રોપી નંબર ૧ થી ૪ રહે.ધંધુસરવાળા વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે, ભારતીય બનાવટનો જથ્થો ઉતારી વંથલી પંથકમાં હેરાફેરી કરતાં ભરત પરબતભાઈ અને નવઘણ નથુભાઈ પોતાના કબજા ભોગવટાની ટ્રક નં.જીજે-૧૦-બીઆર-૪રર૭ વાળીમાં પરપ્રાંતિય બનાવટની જુદી-જુદી ભારતીય બનાવટની ૮૮ જે એક બોટલની કિ.રૂા.૪૦૦ લેખે કુલ રૂા.૩પ,ર૦૦/- તથા બીયર ટીન નંગ- ર૪ જે એક ટીનની કિ.રૂા.૧૦૦  લેખે રૂા.ર૪૦૦/- તથા સેમસંગ કંપનીનો એંડ્રોઈડ મો.ફોન-૧ જેની કિ.રૂા.પ,૦૦૦/- તથા સેમસંગ કંપનીનો કી-પેડ વાળો ફોન -૧ કિ.રૂા.પ૦૦ તથા ફોર વ્હીલ કાર નં.જેની કિ.રૂા.૧,પ૦,૦૦૦/-મળી કુલ રૂપિયા ૧૯૩,૧૦૦/-ના મુદામાલ સાથે આરોપી નંબર ૩ તથા ૪ નાઓ પકડાઈ જઈ તેમજ આરોપી નંબર-૧ તથા ર નાએ પુરો પાડી તેમજ આરોપી નંબર પ નાએ મંગાવી એકબીજાઓએ મદદગારી કરતા પોલીસે પાંચ સામે ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ વંથલી પીએસઆઈ ડી.કે.ચાવડા ચલાવી રહયાં છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!