જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના હે.કો. નિલેશભાઈ રામશીભાઈ અને સ્ટાફે આંબલીયા ગામે મુસ્તાક ઉર્ફે સલીભાઈ સુમરાના કબજા ભોગવટાના મકાનની ઓરડીમાં હારૂનભાઈ હાજીભાઈ સુમરા રહે.આંબલીયાવાળાની મદદથી પરપ્રાંતીય ભારતીય બનાવટના બીયર ટીન નંગ-૪૦૮ કિ.રૂા.૪૦,૮૦૦/- તથા મોબાઈલ ફોન નંગ-ર કિ.રૂા.૬,૦૦૦/- મળી કુલ કિ.રૂા.૪૬,૮૦૦/-ના મુદામાલ સાથે રેઈડ દરમ્યાન પકડાઈ જઈ તેમજ આ બીયરનો જથ્થો હાજર નહીં મળી આવેલ આરોપી નાગા લાખાભાઈ થાપલીયા તથા વિપુલ ઉર્ફે કડી સુરાભાઈ સુત્રેજા, નવઘણભાઈ નથુભાઈ મેર, ભરત પરબતભાઈ મુળીયાશીયા રહે.ચારેય ધંધુસરવાળાઓએ પુરો પાડી આપી જઈ એક બીજાએ મદદગારી કરતાં પોલીસે આરોપીઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનનાં હે.કો. કે.બી. રાઠોડ ચલાવી રહયા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews