ઓરિસ્સા પ્રદેશ કોંગ્રેસ કમિટીએ ઇંધણોના વધતાં ભાવો વિરૂદ્ધ ૧૫મી ફેબ્રુઆરીએ રાજ્યવ્યાપી બંધનું એલાન કર્યું છે. પ્રદેશ કોંગ્રેસ સમિતીના પ્રમુખ નિરંજન પટનાઇકે પત્રકારોને જણાવ્યું કે, આ બંધ સવારે ૭ વાગ્યાથી બપોરે ૧ વાગ્યા સુધી રહેશે. તેમણે લોકોને વિનંતી કરી હતી કે, તેઓ પોતાના હિતો માટે બંધને સફળ બનાવે. પટનાઇકે ૩૦મી જાન્યુઆરીએ ચીમકી ઉચ્ચારી હતી કે, કેન્દ્ર સરકાર એક અઠવાડિયામાં પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં ઘટાડો નહીં કરે તો કોંગ્રેસ બંધનું એલાન કરશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews