ગુજરાત રાજયમાં ક્રમશઃ ઠંડીમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે. વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો ચમકારો જાેવા મળે છે. જયારે દિવસ દરમ્યાન સામાન્ય ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. મોટા ભાગના સ્થળોએ લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રીથી વધુ જાેવા મળી રહ્યું છે. બીજી તરફ મહત્તમ તાપમાન પણ ૩૦ ડિગ્રીથી વધુ નોંધાઈ રહ્યું છે. મંગળવારે નલિયામાં લઘુતમ તાપમાન ૮.ર ડિગ્રી જયારે ગાંધીનગરમાં ૮.પ ડિગ્રી નોંધાયું હતું જયારે અન્ય સ્થળોએ પારો ૧૦ ડિગ્રીથી વધુ નોંધાયો હતો. ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પરિણામે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આગામી બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે જયારે ત્યાર બાદ ક્રમશઃ ઠંડીમાં ઘટાડો જાેવા મળે તેવી શકયતા છે. ગુજરાતમાં આગામી સમયમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જાેવા મળી શકે છે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરના કારણે વાતાવરણમાં એકાએક પલટો જાેવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં બે દિવસ વાદળછાયુ વાતાવરણ રહેશે. સાથેસાથે આગામી ૩ દિવસ તાપમાન યથાવત રહેશે. ત્રણ દિવસ બાદ તાપમાનમાં ૨થી ૩ ડિગ્રીનો વધારો થવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે કે, શિયાળો પુરો થવા તરફ જઈ રહ્યો છે. તાપમાનમાં વધારો જાેવા મળશે. પોષ માસની કડકડતી ઠંડી ધીમી ગતિએ વિદાય લઈ રહી હોવાના અણસાર હવામાન વિભાગે પણ આપ્યા છે. આજે રાજ્યમાં ઠંડીનો ચમકારો કહી શકાય તેવી ઠંડી રહી હતી. જે આગામી ૨૪ કલાક સુધી યથાવત રહેશે. ત્યારબાદ સમગ્ર રાજ્યમાં લઘુતમ તાપમાન વધતું જશે, મતલબ ઠંડી ઘટતી જશેે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હવાની દિશા બદલાઈ છે. હાલ સૌરાષ્ટ્રમાં ઉત્તર પશ્ચિમી પવનો છે જેને કારણે ભેજનું પ્રમાણ વધ્યું છે. પવનની ગતિ પણ હાલ ખૂબ જ મંદ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર બાદ પવનની દિશા ઉત્તર પૂર્વની થશે અને પવનની ગતિમાં પણ વધારો થશે. જાેકે હાલ તો બે ત્રણ દિવસ સુધી હજુ આ મુજબનું જ હવામાન રહે તેવી શક્યતા છે. ત્યારબાદ ન્યુનતમ તાપમાનમાં નજીવો ઘટાડો થશે. મહત્તમ તાપમાન પણ ૩૦ ડિગ્રીની નજીક આવશે આ કારણે આવતા સપ્તાહ સુધી હળવી ઠંડીનો અનુભવ રહેશે. જાેકે વધુ ઠંડી પડે તેવો રાઉન્ડ આવે તેવા હજુ કોઇ અણસાર દેખાઈ રહ્યા નથી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews