ભેંસાણ તાલુકાનાં છોડવડી ગામે જમીનમાં વાવવા પ્રશ્ને હુમલો, ત્રણ સામે ફરીયાદ

0

ભેંસાણ તાલુકાનાં છોડવડી ગામે વિજયભાઈ ધીરૂભાઈ પોંકીયા (ઉ.વ.૩પ) એ ત્રણ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આ કામનાં ફરીયાદી છોડવડી ગામના રસીકભાઈ સખીયાની જમીન સાંખે વાવવા રાખતો હોય અને ગઈકાલ રાત્રીના બારેક વાગ્યાના અરસામાં ફરીયાદી પાણી વાળતા હોય તે દરમ્યાન કોઈ અજાણ્યા ત્રણ ઈસમો આવી અને આ જમીન રાખતો નહીં અને આ પાક પણ લેતો નહીં અને તું અહીંથી જતો રહે તેમ કહી ફરીયાદીને ભુંડી ગાળો આપી ઢીંકાપાટુ તથા લાકડી તથા લોખંડના પાઈપ વડે માર મારી ફરીયાદીનાં ડાબા હાથ તથા ડાબા પગમાં ગોઠણથી નીચેના ભાગે ફેકચર સહીતની ઈજાઓ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી નાસી જઈ એક બીજાને મદદગારી કરતા પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ પીએસઆઈ એ.ડી.વાળા ચલાવી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!