વેરાવળ-પાટણ સંયુકત નગરપાલીકાની ૪૪ બેઠકોના ચુંટણી જંગ માટે બંન્ને પક્ષો ઉમેદવારોની પસંદગી કરી ચુકયા છે. સંભવતઃ આજે ગુરૂવારે બપોર બાદ ભાજપ – કોંગ્રેસ બંન્ને પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરશે. તો બીજી તરફ ગત ચુંટણીમાં સત્તાધારી ભાજપમાંથી વિજય થયેલા ૨૭ પૈકી બે થી ત્રણ સિવાયના મોટાભાગના નગર સેવકોની ટીકીટ મોવડી મંડળે કાપી નવા ચહેરાઓને તક આપી ચુંટણી જંગમાં ઉતારવાની નિતી અપનાવી હોવાનું આધારભુત સુત્રોમાંથી જાણવા મળી રહયુ છે. તો ઉમેદવારોની જાહેરાત બાદ બંન્ને પક્ષે નારાજગીનો ચરૂ બહાર આવે તેવી શકયતાઓ સેવાઇ રહી છે.
વેરાવળ-પાટણ નગરપાલીકાના ચુંટણી જંગ લડવા સત્તાધારી ભાજપમાંથી ૧૪૬થી વધુ કાર્યકર-આગેવાનોએ ટીકીટ માંગી છે. ત્યારે ઉમેદવારોની પસંદગી કરવા માટે ગીર સોમનાથ જીલ્લા ભાજપ પ્રમુખ માનસીંહ પરમારના નેજા હેઠળ શહેર ભાજપ પ્રમુખ દેવાભાઇ ધારેચા, મહામંત્રી ભરત ચોલેરા, કપીલ મહેતા સહિત ભાજપના આગેવાનો બે દિવસથી ગાંધીનગરમાં પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો સાથે બેઠકો કરી રહયા છે. બેઠકમાં નગરપાલીકાના ૧૧ વોર્ડ માટે દાવેદારી કરનાર લોકોની વોર્ડ વાઇઝ પેનલ તૈયાર કરી મુકવામાં આવી છે. જેના ઉપર પ્રદેશ ભાજપના નેતાઓ મનોમંથન કર્યા બાદ ઉમેદવારોની પસંદગીને અંતિમરૂપ આપવામાં આવ્યું છે. સંભવતઃ આજે બપોર બાદ ભાજપ નગરપાલીકાના ઉમેદવારોના નામની જાહેરાત કરશે.
ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં નગરપાલીકાના ગત ચુંટણીમાં ભાજપમાંથી ચુંટાયેલા ૨૭ પૈકી મોટાભાગના નગરસેવકોની નબળી કામગીરી અને ચુંટાયા બાદ પ્રજાના કામો પ્રત્યે ઉદાસીન વલણ દાખવવાના મામલે શહેરીજનોમાં ભાજપ પ્રત્યે અણગમો પ્રવર્તેલ છે. જેની ગંભીર નોંધ ભાજપના મોવડી મંડળે લઇ મોટાભાગના નગરસેવકોની ટીકીટ કાપી પ્રજામાં ભાજપ પ્રત્યેનો જુવાળ અંકબંધ રાખવાનો મહત્વપૂર્ણ ર્નિણય લીધો હોવાનું પણ આધારભુત સુત્રોમાંથી જાણવા મળેલ છે. ગત વખતના ૨૭માંથી બે થી ત્રણ જ નગર સેવકોને રીપીટ કરશે તેવું સુત્રોમાંથી જાણવા મળી રહેલ છે. જેથી ટીકીટ કપાતા મોટાભાગના પૂર્વ નગર સેવકોમાં અણગમો તો રહેશે પરંતુ હાથના કર્યા હૈયે વાગ્યા હોય તેથી ખુલ્લીને બળાપો કાઢશે કે કેમ તો જાેવાનું રહેશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews