જૂનાગઢ અને ગિર સોમનાથ જિલ્લામાં યોજાનાર તાલુકા પંચાયત, જિલ્લા પચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં ૮ ફેબ્રુઆરીથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે. દરમ્યાન ગઈકાલે બે ફોર્મ ભરાયા હતા જયારે કેશોદ નગરપાલિકાના ૯ વોર્ડમાંથી વોર્ડ નં.૧,ર અને ૮ માં ૧-૧ ફોર્મ ભરાયા હતા. જયારે તાલુકા પંચાયતની ૧પ૭ બેઠકો માટે ભેંસાણમાં બે, જૂનાગઢમાં ૧,કેશોદમાં ૮, મેંદરડામાં ૧ અને વિસાવદરમાં બે મળી કુલ ર૩ ફોર્મ ભરાયા હતા. જૂનાગઢ જિલ્લામાં જિલ્લા અને તાલુકા પંચાયત અને નગરપાલિકાની મળી કુલ ૩૦ ફોર્મ ભરાયા હતા. માણાવદરમાં યાદી જાહેર થાય તે પહેલાં કોંગ્રેસમાંથી ૮ લોકોએ ફોર્મ ભર્યા હતા. દરમ્યાન ગિર સોમનાથમાં ગઈકાલે જિલ્લા પંચાયતમાં એક પણ ફોર્મ ભરાયું નહોતું. જયારે તાલુકા પંચાયતમાં ઉનામાં ૩ અને ગિરગઢડામાં ૧ મળી કુલ ૪ ફોર્મ ભરાયા હતા. જયારે નગરપાલિકામાં વેરાવળ પાટણ સંયુકત નગરપાલિકામાં બે અને તાલાલા નગરપાલિકામાં બે મળી કુલ ૪ ફોર્મ ભરાયા હતા. આમ તાલુકા અને જિલ્લા પંચાયતમાં કુલ આઠ ફોર્મ ભરાયા હતા.
આમ આદમી પાર્ટીએ ઉમેદવારી નોંધાવી
આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણી જંગમાં ઝુકાવ્યું છે. આમ આદમી પાર્ટીના આઠ ઉમેદવારો છે જેમાં ર૩-મેસવાણ જિલ્લા પંચાયતની બેઠક ઉપર નામેરીભાઈ ભોજભાઈ બાબરીયા, કેશોદ તાલુકા પંચાયતમાં મહેન્દ્રભાઈ બાબુલાલ જાેષી (સોંદરડા,) મનુભાઈ મુળુભાઈ મક્કા (રંગપુર), દિવાીબેન લખમણભાઈ ગજેરા (ખમીદાણા), રાહુલભાઈ નાથાભાઈ ભેડા (બાલાગામ), શાંતાબેન કરશનભાઈ પરમાર (ખીરસરા), પરેશભાઈ ચંદુભાઈ કાસુંદ્રા (મેસવાણ), રામજીભાઈ અરજણભાઈ ચુડાસમા (પાણખાણ) અને શારદાબેન પાંચાભાઈ મકવાણા (અગતરાય)નો સમાવેશ થાય છે.
સ્થાનિક સ્તરે યાદી તૈયાર કરાઈ
સ્જાનિક સ્વરાજયની ચૂંટણીને લઈ ભાજપ, કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્તરે યાદી તૈયાર કરાઈ છે જેની જાહેરાત કરવામાં આવશે. હવે ત્રણ દિવસ ફોર્મ ભરવાના બાકી રહેલ છે ત્યારે છેલ્લ બે દિવસ ફોર્મ ભરવા ઉમેદવારોનો ધસારો રહેશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews