છ વર્ષ પૂર્વે જૂનાગઢ તાલુકાનાં પત્રાપસર ગામે તલાટી મંત્રી તરીકે ફરજ બજાવતા મહિલા કર્મચારી તેની ફરજ ઉપર હતા ત્યારે આજ ગામનાં સરપંચે આ મહિલા કર્મચારીને થપ્પડ મારી ફરજમાં રૂકાવટ કરેલ તે અંગેનો કેસ ચાલી જતા કોર્ટે આરોપી સરપંચને તકસીરવાન માની પ્રોબેશન ઓફ ઓફેન્ડર્સ એકટ હેઠળ છોડી મુકવા હુકમ ફરમાવેલ છે. આ કેસની વિગત એવી છે કે, જૂનાગઢ જીલ્લા તથા તાલુકાનાં પત્રાપસર ગામે તલાટી કમ મંત્રી રાધિકાબેન જમનાદાસભાઈ કાલરીયા વર્ષ-ર૦૧પનાં સમયમાં ફરજ બજાવતા હતા ત્યારે સરકારની વાસ્મો યોજનાનાં જરૂરી ફોર્મમાં સરપંચની સહીની જરૂર હોવાથી તા.ર૬-પ-ર૦૧પનાં રોજ પત્રાપસરનાં સરપંચને આ ફોર્મની ચાર નકલોમાં સહી કરી પરત આપવા પત્રાપસરની પંચાયત ઓફિસે જણાવતા સરપંચે ફોર્મમાં સહી કરી એક ફોર્મ પોતાની પાસે રાખેલ તેથી આ મહિલા તલાટીએ સરપંચને જણાવેલ કે, તમારે ફોર્મ ન રાખવાનું હોય, આથી પત્રાપસર ગામનાં તત્કાલીન સરપંચ દામજીભાઈ ગોવિંદભાઈ દોગા એકદમ ઉશ્કેરાઈ ગયેલા અને તેમણે આ મહિલા તલાટીને થપ્પડ મારી દીધેલ અને ભુંડી ગાળો કાઢી જાનથી મારી નાંખવાની ધમકી આપેલ જેથી આ અંગે જૂનાગઢ પોલીસમાં મહિલા તલાટીએ સરપંચ વિરૂધ્ધ ફરજમાં રૂકાવટ વિગેરે ગુના અંગેની ફરિયાદ દાખલ કરેલ જે ફરિયાદ મુજબનો ફોજદારી કેસ જૂનાગઢનાં ત્રીજા જયુ.મેજીસ્ટ્રેટ અલ્પા પ્રભુદાસ કડીવારની કોર્ટમાં ચાલેલ અને આ કેસની સુનાવણી વખતે ફરિયાદ પક્ષે સરકારી વકીલ જતિન પંડયા, એમ.ડી. નાગર તથા કલા દિનેશભાઈ કારીયા ઉપસ્થિત રહેલ અને કલા કારીયાએ આરોપીને સજા કરાવવા નામદાર સર્વોચ્ચ અદાલતનાં જજમેન્ટો રજૂ કરેલા તે તમામને ધ્યાને લઈ નામદાર કોર્ટે આરોપીને તકસીરવાન માનેલ છે અને પ્રોબેશન ઓફ ઓફેન્ડર્સ એકટની જાેગવાઈઓનો લાભ આપી આરોપીને છોડી મુકવા હુકમ કરેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews