સેફ્ટી – પ્રાઇવસીને સુરક્ષિત કરવા વોટ્‌સએપ લાવ્યું નવા ટૂલ્સ

0

તાજેતરમાં વોટ્‌સઍપની પ્રાઈવસીને લઈને ઘણી ચર્ચાઓ સોશ્યલ મીડિયામાં સક્રિય રહેવા પામી હતી. વોટ્‌સએપે તેમના નવા નિયમો પ્રમાણે વોટ્‌સએપ યુઝર્સના ડેટાને ફેસબુક જેવા અન્ય પ્લેટફોર્મને શેર કરવાની વાત કરી હતી જેને લઈને સોશ્યલ મીડિયામાં ધમાસણ મચી જવા પામ્યું હતું. વોટ્‌સએપ પ્રાઈવસીને સુરક્ષિત કરવા આ નવી પોલીસી લઈને આવ્યું છે.
શા માટે લાવ્યા આ નવા ટુલ્સ ?
ગત મહિને વૉટ્‌સઍપે પ્રાઈવસીને લઈને કરેલા ખુલાસાથી વૉટ્‌સઍપના યુઝર્સમા એકાએક ઘટાડો થઇ ગયો હતો. પ્રાઈવસી પોલીસીને લઈને વૉટ્‌સઍપની દાદાગીરીથી તેના યુઝર્સમાં રોષ છે. પ્રાઈવસી જાેખમમાં હોવા છતાં લાખો યુઝર્સ આજે પણ વૉટ્‌સઍપનો ઉપયાગ કરી રહ્યાં છે. મંગળવારે ‘સેફ ઈન્ટરનેટ ડે’ હોવાથી યુઝર્સની પ્રાઈવસી અને સુરક્ષાને મજબૂત કરવા માટે વૉટ્‌સઍપ ૬ નવા ટુલ્સ લઈને આવ્યું છે. જાણો કયાં છે એ નવા ૬ ટુલ્સ.

Safe Internet Day પર આપી ટુલ્સની જાણકારી
૯ ફેબ્રુઆરીના દિવસે ‘સેફ ઈન્ટરનેટ ડે’ની ઉજવણીના ભાગરુપે મેસેજિંગ એપ વૉટ્‌સઍપે યુઝર્સ માટે સુરક્ષાને ધ્યાનમાં રાખી ટુલ્સની જાણકારી આપી છે.રૂ
Two step verification વૉટ્‌સઍપે યુઝર્સને જણાવ્યુ છે કે, પોતાના એકાઉન્ટને સુરક્ષિત કરવા માટે યુઝસે Two step verificationનો ઉપયોગ કરી શકે છે. તેના માટે યુઝર્સ PINનો ઉપયોગ કરી શકે છે. જેથી યુઝર્સની પરવાનગી વિના કોઈપણ વ્યક્તિ તેની વૉટ્‌સઍપ એપ ખોલી શકે નહીં.
યુઝર્સની પરવાનગી વિના કોઈપણ વ્યક્તિ અન્ય કોઈપણ વ્યક્તિને ગ્રુપમાં એડ કરી શકશે નહીં. આ ટુલ્સના કારણે બિન જરુરી ગ્રુપમાં પરવાનગી વિના જાેડાવાથી બચી શકાય છે. કોઈ વ્યકિત જાે તમને તેના ગ્રુપમાં જાેડશે તો આ નવુ ટુલ્સ પહેલા યુઝર્સની અનુમતિ માંગશે.
વૉટ્‌સઍપના માધ્યમથી અજાણ્યા લોકો માર્કેટિંગ રીલેટેડ મેસેજ કરતા હોય છે. તે સમયે આ ઘણું જ ત્રાસદાયક લાગતું હોય છે પરંતુ વૉટ્‌સઍપના નવા ટુલ્સથી તેવા અજાણ્યા મેસેજ કરનારાઓનો વૉટ્‌સઍપને રીપોર્ટ કરી શકો છો.
સ્ટેટસ ઉપર કરી શકો છો કન્ટ્રોલ
વૉટ્‌સઍપે જણાવ્યું છે કે, હવે તમે તમારા સ્ટેટસ અને પોતાના ન્ટ્ઠજં જીીીહને જાતે કન્ટ્રોલ કરી શકો છો. યુઝર્સ પોતાની મરજીથી પોતાની પ્રાઈવસી અને સ્ટેટસને પસંદ કરી શકે છે.
વૉટ્‌સઍપ નહીં વાચી શકે મેસેજ
વૉટ્‌સઍપ કંપનીએ પ્રાઈવસી પોલીસી બાબતે ફરી એકવાર ચોખવટ કરતા કીધુ છે કે, યુઝર્સના મેસેજ યુઝર્સ સિવાય કોઈ વાંચી નહીં શકે. એટલું જ નહીં પણ પોતે વૉટ્‌સઍપ પણ યુઝર્સના મેસેજ વાંચી નહીં શકે. મહત્વનુ છે કે, વૉટ્‌સઍપ અવાર નવાર તેમની પોલીસીમા નવા વળાંક લાવતુ રહે છે. પ્રાઈવસી પોલીસીને લઈને ગત મહીને લાવેલા નિયમોથી યુઝર્સનો વૉટ્‌સઍપ પરથી ભરોસો ઉઠી ગયો છે, ત્યારે ‘સેફ ઈન્ટરનેટ ડે’ના દિવસે આપેલા આ નવા ટુલ્સથી શું યુઝર્સનો ભરોસો ફરી જીતી શકશે કે કેમ તો પણ એક ચર્ચાનો વિષય બની ગયો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!