ગીર સોમનાથ જીલ્લામાં ઉમેદવારી પત્રો ભરવાના ત્રીજા દિવસે તાલુકા પંચાયતમાં ૪ અને નગરપાલીકામાં ૪ ઉમેદવારી પત્રો ભરી રજુ થયાનું જાણવા મળેલ છે. ગીર સોમનાથ જીલ્લામાં સ્થાાનીક સ્વરાજયની ચુંટણીઓમાં આજ સુધીમાં જીલ્લા પંચાયતમાં કુલ ૨, ૬ તાલુકા પંચાયતોમાં ૮ અને ચાર નગરપાલીકાઓમાં ૧૦ મળી કુલ ૨૦ ઉમેદવારી ફોર્મ ભરાયા છે. ગીર સોમનાથ જીલ્લામાં જીલ્લા પંચાયતની ૨૮ બેઠકોની તથા ૬ તાલુકા પંચાયત ૧૨૮ બેઠકો અને ચાર નગરપાલીકાઓના ૩૨ વોર્ડની ૧૨૮ બેઠકોની ચુંટણી યોજાનાર છે. જેમાં ચુંટણી લડવા માટે ફોર્મ ભરવાના ગઈકાલે ત્રીજા દિવસે ગીર સોમનાથ જીલ્લાની ગીરગઢડા તાલુકા પંચાયતની બેઠક માટે આપ પાર્ટીમાંથી રેખાભાઇ છબીલભાઇ ગજેરાએ અને ઉના તાલુકા પંચાયતની કાજરડી બેઠક માટે કોંગ્રેસમાંથી વનીતાબેન ભાયાભાઇ ચારણીયાએ (બે ફોર્મ) અને વશરામભાઇ દુધાભાઇ ચારણીયાએ ફોર્મ ભરી રજુ કર્યા છે. જયારે ચાર નગરપાલીકાઓ પૈકી વેરાવળ નગરપાલીકાની બેઠક માટે આપ પાર્ટીમાંથી આઇશા ઇકબાલ સુમરા અને જયોતિબેન વિજયભાઇ માવધીયાએ તથા તાલાલા નગરપાલીકામાં કોંગ્રેસમાંથી શબાના અમીન સાયલી અને ગફારભાઇ નાથાભાઇ ચોટીયારાએ ઉમેદવારી ફોર્મ ભરી રજુ કર્યા છે. આમ ગઈકાલે નગરપાલીકા માટે ૪ અને તાલુકા પંચાયત માટે ૪ મળી કુલ ૮ ફોર્મ રજુ થયા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews