ભેસાણનાં માંડવા ગામનાં ખેડૂત ગાય આધારીત ખેતી કરીને પેદાશોનાં બમણા ભાવ મેળવે છે

0

ભેસાણ તાલુકાનાં માંડવા ગામનાં ખેડૂત જમનભાઈ માવજીભાઈ ભુવા પોતાની ૧૪ વિઘા જમીન ઉપર ર વર્ષથી સંપૂર્ણ ગાય આધારીત ખેતી કરીને પેદાશોનાં ભાવ માર્કેટ કરતા ડબલ મેળવી રહ્યા છે. જમનભાઈ ભુવાએ ચાલું વર્ષે ૯ વિઘામાં મગફળી જયારે પ વિઘામાં કપાસનું વાવેતર કર્યું હતું. પાકમાં જીવામૃત, ખાટી છાશ, ગોૈમુત્ર, ગોૈકૃપા, અમૃતમ બેકટેરીયાનો છંટકાવ કરે છે અને પીયત દ્વારા પણ આ તમામ દ્રવ્યો પાકને આપે છે. ગાય આધારીત ખેતી દ્વારા ઉત્પન્ન થતી પેદાશથી આરોગ્ય જાેખમાતુ નથી અને મીઠાશ પણ વધુ હોવાથી આર્થિક રીતે સમૃધ્ધ લોકો આવી પેદાશનો ભાવ બમણો આપતા હોય છે. આમ પણ ગાય આધારીત ખેતીથી ખર્ચાઓ નહિવત થાય છે. ઉત્પાદનની બાબતમાં જમનભાઈએ જણાવ્યું હતું કે, ઉત્પાદન તો ગાય આધારીત ખેતીથી વધારો થતો નથી પરંતુ ખર્ચા ઓછા અને ભાવ વધુ મળે તે ફાયદો થાય છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!