રાજ્યમાં વાતાવરણના પલટા વચ્ચે લઘુતમ તાપમાનમાં વધારો થતાં ઠંડીમાં જાેરદાર ઘટાડો થયો છે. માત્ર વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે બપોરના સમયે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે હવે આગામી દિવસોમાં ઠંડીમાં કોઈ જાેરદાર વધારો જાેવા મળે તેવી કોઈ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી નથી. રાજ્યમાં ફેબ્રુઆરી મહિનાના આરંભે જાેવા મળેલી ઠંડીમાં ક્રમશઃ ઘટાડો જાેવા મળી રહ્યો છે, જ્યારે છેલ્લા ચારેક દિવસોથી માત્ર વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો ચમકારો જાેવા મળે છે,જ્યારે બપોરના સમયે પંખા શરૂ કરવા પડે તેવી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, આમ એક તરફ લઘુતમ તાપમાન વધ્યું છે તો મહત્તમ તાપમાનમાં પણ વધારો થતાં દિવસનું તાપમાન વધતા હાલ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews