કોરોના મહામારીનો કહેર ઘટી રહયો છે તેવા સમયે વેરાવળમાં કાર્યરત સોમનાથ સંસ્કૃત યુનિવર્સીટીમાં ૩ પ્રાધ્યાપકો અને એક એકાઉટન્ટ સહિત ચાર લોકો કોરોના પોઝીટીવ આવતા ચકચાર પ્રસરી છે. ચારેયની તબીયત સ્થિર હોવાથી હાલ હોમ આઇસોલેટ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે. જયારે યુનિવર્સીટીમાં ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહયા હોય તે સહિત અન્ય કર્મચારીઓના ટેસ્ટ કરાવવા તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. તો યુનિવર્સીટીમાં કોરોના ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરવા સુચના આપવામાં આવી છે.
દેશ અને રાજયમાં કોરોનાના કેસો ઘટી રહયા છે જેથી જનજીવન પૂર્વવ્રત કરવા સરકાર દ્વારા ગાઇડલાઇનો જાહેર કરી શાળા-કોલેજાે શરૂ કરવા છુટ આપવામાં આવી છે. એવા સમયે ગીર સોમનાથ જીલ્લાના વડામથક વેરાવળમાં કાર્યરત સોમનાથ સંસ્કૃત યુનિવર્સીટીમાંથી એક સાથે ચાર લોકો કોરોના સંક્રમતિ થયાનું બહાર આવતા વિદ્યાર્થી અને વાલીઓમાં ચિંતાની લાગણી પ્રસરી છે.
આ અંગે યુનિવર્સીટીના કુલસચિવ ડો. દશરથ જાદવે જણાવેલ કે, યુનિવર્સીટીના એક પ્રધ્યાપક બે દિવસ પૂર્વે કોરોના પોઝીટીવ આવેલ હતા. જેથી આરોગ્ય વિભાગની ટીમને બોલાવી પ્રાધ્યાપકના સંપર્કમાં રહેલા અન્ય પ્રાધ્યાપકો અને સ્ટાફના ટેસ્ટ કરાવવામાં આવેલ હતા. જેમાં વધુ બે પ્રાધ્યાપકો અને એક એકાઉટન્ટ કોરોના સંક્રમિત પોઝીટીવ આવેલ હતા. હાલ યુનિવર્સીટીના ત્રણ પ્રધ્યાપકો અને એક એકાઉટન્ટ મળી કુલ ચાર લોકો કોરોના સંક્રમતિ છે. ચારેયની તબીયત હાલ સ્થિર હોવાથી હોમ આઇસોલેટ કરાયેલ છે.
વધુમાં ડો. જાદવે જણાવેલ કે, યુનિવર્સીટીની હોસ્ટેલમાં ૫૦ જેટલા વિદ્યાર્થીઓ અને જુદી જુદી ફેકલ્ટીમાં ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહયા છે. જે તમામને સતર્ક રહેવાની સાથે કોરોનાની ગાઇડ લાઇનનું ચુસ્ત પાલન કરવા સુચના આપવામાં આવી છે. તમામના કોરોના ટેસ્ટ કરાવવા તજવીજ હાથ ધરાયેલ છે. કોલેજાે શરૂ થયાના દિવસોમાં જ સોમનાથ સંસ્કૃત યુનિવર્સીટી ખાતે ત્રણ જેટલા પ્રાધ્યાપકો કોરોના પોઝીટીવ આવતા ચકચાર પ્રસરી છે તો વાલીઓ ચિંતાતુર બન્યા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews