આજે વિશ્વ રેડીયો દિવસ : બીનાકા ગીતમાલા, વિવિધ ભારતી, આપકી પસંદ સહિતનાં અનેક કાર્યક્રમોનો લ્હાવો આપતો ‘રેડીયો’ લોકો માટે અનમોલ ભેટ હતી

0

હિંદી ફિલ્મી ઉધોગની જાણીતી સ્ટાર કાસ્ટને લઈને આવેલી અને અત્યંત લોકપ્રિય બનેલ મુવી બોર્ડરનું એક દ્રશ્ય છે. ‘સંદેશા આતે હે…. મેરે ગાંવ સેની પંકિત ગુંજતા જ ફૌજી જવાનોના જુદા-જુદા ગ્રુપ આ ગીતમાં આનંદીત થઈ અને ઝુમતા જાેવા મળે છે. બરોબર આવો જ સીનીયારો દરરોજ બપોરે રેડીયો ઉપર પ્રસારીત થતો ફૌજી જવાનો માટેનો કાર્યક્રમ એટલો જ લોકપ્રિય બન્યો હતો. આ રેડીયો દ્વારા ભારત વર્ષનાં લોકો સાથે પરોક્ષ રીતે સંપર્ક જાળવી શકાતો હતો અને એજ થીમ અપનાવી ભારતનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આજે મનકી બાતનાં માધ્યમથી લોકો સાથે સંપર્ક જાળવી રાખે તે અગત્યની ઘટના છે. લોકપ્રિયતાનાં શિખરો સર કરનાર યંત્રને યાદ કરવાનો આજે દિવસ છે. એટલે કે આજે વિશ્વ રેડીયો દિવસ છે. ત્યારે કેટલીક વાતો યાદ કરીએ.
એક સમય હતો કે સવારનાં ઉઠતા વેત જ ઘરે ઘરમાં એક અવાજ ગુંજતો જાેવા મળે રેડીયો વિવિધ ભારતી, ગામનો ચોરો, રવિવારની બાલસભા અને દર બુધવારે રાત્રીનાં આઠ કલાકે અમીન સાયાનીનાં અવાજમાં બીનાકા ગીતમાલાનો ફેવરીટ કાર્યક્રમ રજુ થતો જેમાં શ્રોતાઓની પસંદગીનાં ફિલ્મી ગીતો રજુ થતાં અને આ કાર્યક્રમ અત્યંત લોકપ્રિય હતો. આ સાથે જ સરહદ ઉપર તૈનાત રહી અને માતૃભૂમિની રક્ષા કરનારા ફૌજી જવાનો માટેનો બપોરનાં સમયે રજુ થતો ખાસ કાર્યક્રમ જેમાં સરહદ ઉપર તૈનાત જવાન પોતાનું મંન પસંદ ગીતની ફરમાઈશ પોસ્ટકાર્ડમાં લખી રેડીયો સ્ટેશનને મોકલે આ કાર્યક્રમ આપકી ફરમાઈશ રજુ થતો. આ ઉપરાંત ખેડુત ભાઈઓના માટેનો ખાસ કાર્યક્રમો, સરકારલક્ષી વિવિધ માહિતી આપનારા વિવિધ કાર્યક્રમો આવું તો ઘણું બધું નાનકડા યંત્ર દ્વારા લોકોને પુરૂ પાડવામાં આવતું હતું અને એ યંત્રનું નામ હતું રેડીયો…. જીહા રેડીયોના માધ્યમથી ઘણાં જ કાર્યક્રમો માણી શકતા હતા. આઝાદીના શરૂઆતનાં દિવસોમાં તો બાલક્રિડા ગણ કે અન્ય સરકારી મકાનોમાં રેડીયોની વ્યવસ્થા ઉભી કરવામાં આવતી જયાં સમય પ્રમાણે લોકો ઉપસ્થિત રહી પોતાના માનીતા કાર્યક્રમો માણી શકતા હતાં. અને તેની ઘણી મીઠી મધુરી યાદો આજે પણ જુની પેઢીના લોકોમાં સંગ્રહાયેલી પડેલી છે.
આજનો સમય આધુનિક યુગનો જમાનો છે. ઈન્ટરનેટ યુગમાં આજે ગણતરીની ક્ષણોમાં જ લોકો વોટસએપ, સોશિયલ મિડીયાના માધ્યમ થકી પોતાના શહેર, ગામ, પ્રદેશ, રાજય કે દેશ અને દુનિયામાં શું થઈ રહયું છે તેવા કરંટ ટોપીકની જાણકારી આંગળીનાં ટેરવે મેળવી રહેલ છે. એટલું જ નહીં ગુગલ જેવા માધ્યમ દ્વારા અનેક પ્રકારની માહિતી મોકલવામાં આપી શકે છે. આ આજનાં યુગની માસ્ટરી છે. પરંતુ આપણે જે વાત કરવા જઈ રહીયા છીએ તે સાત દાયકાની સફરની વાત છે. ભારતમાં આઝાદીનો પુષ્પ પુર્ણ પણે ખીલી ઉઠયા બાદ ભારતનાં લોકો આઝાદીનો અનેરો આનંદ માણી રહયા હતાં અને એ સમયે પ્રજાકીય તંત્ર અમલમાં આવ્યું હતું. આ સમયે આધુનિકતાનો પગપેસારો પણ થયો ન હતો. અરે ફાનસ યુગમાં ભારત જીવતું હતું. એવા દિવસોમાં લોકોને વર્તમાન બનાવોથી જાણકારી મેળવવી તેમજ મનોરંજન માટે હાથવગુ જાે કોઈ માધ્યમ હોય તો તે હતું રેડીયો અને આ રેડીયોના માધ્યમ થકી બ્રોડકાસ્ટ થતા જુદા-જુદા કાર્યક્રમો સાંભળી ભારતની પ્રજા આનંદીત બની ઉઠી હતી. ભારતની જનતાને સમાચારોથી માહિતગાર કરનાર અને યોગ્ય સમયે વિવિધ કાર્યક્રમો રજુ કરી મનોરંજન પુરૂ પાડનાર રેડીયોની યાત્રાનો યાદગાર દિવસ એટલે કે આજે વિશ્વ રેડીયો દિવસ છે જેની સોનેરી યાદો આજે લોકોના હૈયામાં સંગ્રહાયેલી પડી છે. ત્યારે આજનાં દિવસે આ યાદોને આપણે સૌ વાગોળીયે અને મીઠી મધુરી યાદ સાથે રેડીયોની સફરને માણીએ આજે ઘણાં એવા પરિવારો પણ છે કે ટીવી જેવા ઉપકરણો વસાવ્યા હોવા છતાં ઘરનાં એક ખુણે જુનો રેડીયો પણ પડયો હોય એ સમયે ફિલીપ્સ, મરફી બ્રાન્ડની બોલબાલા હતી. જુનાવાલ વાળા રેડીયો આજે અનેક ઘરોમાં સંચવાયેલા પડયા છે.
૧૩ ફેબ્રુઆરી વિશ્વ રેડીયો દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવાય છે. રેડીયોની અત્યાર સુધીમાં સફર ખુબજ યાદગાર રહી છે. અને આજે પણ રેડીયો એ ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયામાં સમયમાં પોતાનું સ્થાન બનાવીને રાખ્યું છે. જુના જમાનામાં રેડીયોની સાઈઝ ખુબજ મોટી આવતી હતી અને તેમાં વાલ્વ આવતા હતાં. આ વાલ્વમાં મકર્યુરી આવતું હતું. જાેકે આ રેડિયો હવે બજારમાં ઉપલબ્ધ નથી પરંતુ એવા ઘણા રેડીયો ચાહકો છે જેમની પાસે આ પ્રકારના જુના રેડીયો છે. જુની અને એન્ટીક વસ્તુઓના વ્યવસાયી સાદીકભાઈએ કહયું કે, પહેલા મારી પાસે ઘણા રેડીયો હતા. પણ તબકકાવાર રીતે એ રેડીયો જતા રહયા. પરંતુ હજુ પણ એવા ઘણા લોકો છે. જે રેડીયોના ચાહક છે અને આજે પણ આ રેડીયો સાંભળે છે. જુના વાલ્વવાળા, રેડીયો હવે રૂા.રપ૦૦૦ કે તેનાથી વધુની કિંમતમાં મળે છે. પરંતુ તે બહુ ઓછા મળે છે.
આજના યંગસ્ટર્સ પણ રેડીયોના ચાહક
આજના યંગસ્ટર્સ પણ રેડીયોના ચાહક રહયા છે. રેડીયોના સ્વરૂપ બદલાયા પરંતુ તેની ચાહત કયારેય ઓછી નથી થઈ. પહેલા આકાશવાણી એક જ સ્ટેશન હતું હવે લોકોને રેડીયોમાં ઘણા બધા એફએમ રેડીયો સ્ટેશન મળતા થઈ ગયા છે. નેહા ચૌધરીએ કહયું કે, રેડીયો એ આજે પણ અમારા માટે તો એક મનોરંજનનું સાધન છે. આજે પણ હું કામ કરતી વખતે કે ડ્રાઈવ કરતી વખતે રેડીયો સાંભળવાનું પસંદ કરૂં છું. તેનું સ્થાન કોઈજ ન લઈ શકે. હા, પહેલાના રેડીયોમાં એક સ્ટેશન હતું અને તે પણ લીમીટેડ જ હતું. હવે રેડીયોમાં ઘણા બધા સ્ટેશન આવી ગયા છે. અને તેની પણ એક અલગ જ મજા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!