આજથી વાહનોમાં ફાસ્ટેગ ફરજીયાત, જાે નહીં હોય તો બમણો ટોલ ટેકસ ભરવો પડશે

0

દેશભરના ટોલ પ્લાઝા ઉપર આજ ૧૫ ફેબ્રુઆરીથી ફક્ત ફાસ્ટેગથી ટોલ ટેક્સની ચુકવણી કરવામાં આવનાર છે. જાે તમારા વાહનમાં ફાસ્ટેગ નહીં હોય તો વાહનોથી ડબલ ટોલ ટેક્સ વસૂલવામાં આવશે. માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલયના મંત્રી નિતીન ગડકરીએ જણાવ્યું કે, હવે ફાસ્ટેગ લગાવવાની સમય મર્યાદાને વધારાવામાં નહિ આવે જેથી વાહનોનાં માલિકો તાકીદે ધોરણે ઈ-પેમેન્ટ સુવિધાને અપનાવે. સરકારે ફાસ્ટેગની સમયમર્યાદા બેથી ત્રણવાર વધારવામાં આવી છે પણ હવે આને લંબાવવામાં આવશે નહિં. હવે કોઈ રાહત વિના ૧૬ ફેબ્રુઆરીથી ફાસ્ટેગથી ટોલ ટેક્સની ચુકવણી કરવાની સિસ્ટમ અમલી બનાવવામાં આવી છે. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયના સચિવ ગિરિધર અરમાને ૧૨ફેબ્રુઆરીએ, દ્ગૐછૈં, રાજ્યોમાં મુકાયેલા પ્રાદેશિક અધિકારી (આરઓ) અને તમામ રાજ્યોનાં મુખ્ય સચિવોને એક પત્ર લખ્યો છે. તેમાં જણાવાયું છે કે કેન્દ્ર સરકાર દેશભરનાં ટોલ પ્લાઝા ઉપર ટોલટેક્સની ચુકવણી ફરજિયાત બનાવવા જઈ રહી છે. ૮૦ ટકા વાહનોમાં ફાસ્ટેગ લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, ટોલપ્લાઝા ઉપર ૪૦,૦૦૦ પોઇન્ટ ઓફ સેલ(પીઓએસ)નું વિતરણ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારોને ફાસ્ટેગ સિસ્ટમના અમલમાં મદદ માટે અમલીકરણ એજન્સીઓને કામે લગાવવાનું કહેવામાં આવ્યું છે. માર્ગ પરિવહન મંત્રાલય અને દ્ગૐછૈંએ એજન્સીઓને જરૂરી સુવિધાઓ પુરી પાડશે. જેનાથી ફાસ્ટેગવગરનાં વાહનો ટોલ પ્લાઝાની ફાસ્ટેગલેનમાં આવે ત્યારે તેમની પાસેથી ડબલ ટેક્સ વસૂલવામાં આવી શકે.દ્ગૐછૈંના અધિકારીઓનું કહેવું છે કેહાલમાં ૯૦ ટકા સુધીનો ટોલ ટેક્સ ફાસ્ટેગદ્વારા ભરવામાં આવી રહ્યો છે. જાે કે,જેલોકો હાઇવે ઉપર નિયમિત વાહન ચલાવતા નથી, તેઓ હજી પણ રોકડા ચૂકવે છે. તેમને જાગૃત કરવા માટે ઝુંબેશ પણ ચલાવવામાં આવી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!