કોરોના મહામારીમાં માસ્ક સહિતની મેડિકલ સામગ્રી ઊંચી કિંમતે ખરીદવાનાં કૌભાંડનો આક્ષેપ

0

ગુજરાત સરકાર પારદર્શક વહીવટની અને ભ્રષ્ટાચાર મુક્ત રાજ્યની મોટી વાતો કરતી રહે છે. પરંતુ સરકારના જ ભ્રષ્ટ અધિકારીઓ ભ્રષ્ટાચારની કોઈ જ તક જવા દેતા નથી. એટલુંજ નહીં કોરોના જેવી મહામારીમાંથી પણ ભ્રષ્ટાચાર કરવાનું ચૂક્યા નથી. કોરોના અંગે માસ્ક સહિત મેડિકલ સામગ્રી ઊંચી કિંમતે ખરીદી કરવાનું કૌભાંડ આચરનારા સામે કડક કાર્યવાહી માટે થરાદના ધારાસભ્યે મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરતાં ચૂંટણી ટાણે માહોલ ગરમાયો છે. બનાસકાંઠામાં કોરોનાકાળ દરમ્યાન માસ્કની ખરીદીમાં થયેલા કૌભાંડ મામલે થરાદના ધારાસભ્ય ગુલાબસિંહે ઝ્રસ્ને ૫ત્ર લખ્યો છે. અધિકારીએ માસ્ક અને મેડિકલ સામગ્રીની ઊંચી કિંમત આ૫ીને કૌભાંડ આચર્યાનો આક્ષે૫ છે. ધારાસભ્ય ગુલાબસિંહ દ્વારા રજૂઆતમાં આચરેલ કોભાંડની તટસ્થ તપાસ કરવા કરી માંગ કરાઈ છે. ભારતમાં કોરોનાના કેસો આવ્યા ત્યારથી જ ગુજરાત સરકારના ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લિમિટેડ દ્વારા હોસ્પિટલમાં જે વસ્તુઓ ખરીદી કરવાની હોય તેના ભાવ નક્કી કર્યા હતા. જેમાં ૩૦ માર્ચે કરેલા પરિપત્રમાં દ્ગ૯૫ માસ્ક વધુને વધુ ૪૯.૬૧ રૂિ૫યાના ભાવથી ખરીદી શકશે તેવો સ્૫ષ્ટ આદેશ છતાં બનાસકાંઠા જિલ્લાના જે તે સમયના આરોગ્ય અધિકારી દ્વારા ૫ાર્વ ટ્રેડર્સને મે મહિનામાં એક માસ્કના ૨૭૫ રૂિ૫યાથી અલગ અલગ તાલુકાની હોસિ્૫ટલ દીઠ લાખો રૂિ૫યાનો ઓર્ડર આ૫વામાં આવ્યો હતો. જિલ્લા કક્ષાએથી અલગ-અલગ તાલુકાના ખરીદી કરવાના ય્ઈસ્ પોર્ટલના આઈડી પાસવર્ડ લઈ જિલ્લા આરોગ્ય અધિકારી મનીષ ફેન્સીએ પોતાના મળતીયાને આ ઓર્ડર આપ્યો હતો. આ અંગેનું બિલ તમામ ્‌ૐર્ંને ચૂકવવું પડ્યું હતું. જાે કે આ ઓર્ડર સરકારના નક્કી કરેલા ભાવ કરતા વધુ ભાવનું હોવાથી તે સમયના ધાનેરાના હેલ્થ ઓફિસર પી.એમ. ચૌધરીએ વિરોધ કર્યો હતો. તેમજ આરોગ્ય નાયબ સચિવને પત્ર લખીને જાણ કરી હતી કે, મારી જાણ બહાર મારા ૈંડ્ઢ પાસવર્ડથી ડો.મનીષ ફેનસીએ માસ્કની ખરીદી કરી છે અને જાે તપાસ કરવામાં આવે તો તેમાં મોટું કૌભાંડ બહાર આવે તેમ છે. મહત્ત્વનું છે કે, સમગ્ર મામલે સરકાર દ્વારા કોઈ તપાસ તો ન થઈ. પરંતુ કૌભાંડ કરનાર મનીષ ફેન્સીની બદલી કરી બઢતી આપી તેને વડોદરા ખાતે નાયબ નિયામક બનાવી દેવાયા છે. પત્રમાં ઉપરોક્ત રજૂઆત બાદ ધારાસભ્યે આ કૌભાંડની તટસ્થ તપાસ કરવા અને દોષિત સામે કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!