પોરબંદર તાલુકાના ગોસા(ઘેડ) ગામે આઈશ્રી લીરબાઈ માતાજી અને રામદેવપીરની જગ્યામાં મહાસુદ બીજની ઉજવણી નિમિતે તા.૧૩ અને ૧૪ ફેબુઆરી ૨૦૨૧ના રોજ બાબા રામદેવપીરના બાર પ્રહર પાટોત્સવના સામૈયા વાજતે ગાજતે કાઢવામાં આવ્યા હતાં. ત્યારબાદ સાંજના રામદેવપીર મહારાજના બાર પ્રહર પાટોત્સવની અખંડ જયોતી પ્રાગટયવિધી કરવામાં આવી હતી. જે અખંડ ૩૬ કલાક અવિરત ચાલુ રાખવામાં આવી હતી. આ પ્રસંગે બે દિવસ ચાલેલા આ ધાર્મિક કાર્યકમ દરમ્યાન ભજનાવલી તેમજ અવિરત મહા પ્રસાદની હરીહરની હાકલ ચાલુ રહી હતી. જેનો લાભ ૩૦૦૦ જેટલા ભાવિકોએ લીધો હતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews