ગુજરાતની પ્રજાને કથામૃતનું પાન કરાવનાર રામચંદ્ર કેશવદેવ ડોંગરેનો જન્મ ૧૫-૨-૧૯૨૬ એટલે કે સવંત ૧૯૮૨ના ફાગણ સુદ ત્રીજના રોજ વડોદરામાં થયો હતો. તેમનું મૂળ નામ રામચંદ્ર ડોંગરે તથા પિતાનું નામ કેશવ ગણેશ ડોંગરે અને માતાનું નામ કમલાદેવી હતું. ડોંગરેજીએ પ્રાથમિક અભ્યાસ વડોદરા ખાતે કર્યો હતો અને ૮ વર્ષની વયે ઉપનયન સંસ્કાર સમયે તેમનું ગુપ્ત નામ જ્ઞાનેશ્વર રખાયું હતું. માત્ર આઠ વર્ષની ઉંમરે અભ્યાસાર્થે પંઢરપુર મોકલવાની દાદાજીની ઇચ્છાને શિરોમાન્ય રાખી પોતે ત્યાં ગયા હતા. ભાવપૂર્વક ગુરૂ પાસે રહી સતત સાત વર્ષ સુધી અધ્યયનરૂપે પુરાણો, વેદો અને વેદાંતોનો ગહન અભ્યાસ કર્યો હતો. આવા તત્પરૂપ અધ્યયનના પરીણામે તેમના જીવનમાં જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યનો ત્રિવેણી સંગમ રચાયો હતો. વધુ અભ્યાસાર્થે તેઓ કાશી ગયા હતા. અધ્યયન બાદ કથા કહેવાનું શરૂ કરતા સૌ પ્રથમ તેમની ભાગવત કથા પૂનામાં થઇ હતી. કથામાં આવતી રકમ તેમણે મંદિરો-હોસ્પીટલોના નિર્માણ, જિર્ણોદ્વારમાં અર્પણ કરી, માત્ર કથાકાર જ નહીં પરંતુ ભાગવતના વાસ્તવિક દષ્ટા અને વકતા બની તેમણે કરેલી આ કથામાં જાણે ખુદ ભગવાનની જ વાણી ઊતરી હોય તેમ કથા મધુર અને પ્રેરક બની હતી. ઓછા કટાક્ષ, અર્થસભર ટૂંકા દષ્ટાંત અને શ્રોતાઓને ધર્મભાથુ ભરી દેવાનો ઇરાદો તેમની કથાના મુખ્ય હેતુ હતા. શ્રોતાઓને મંત્રમુગ્ધ કરતી એની શૈલીમાં વિદ્વતા અને ભાષા પ્રભાવ અદભુત હતો અને ભાગવતની જેમ રામાયણમાં તેઓ શ્રોતાઓને રસ તરબોળ કરી દેતા હતા. નિસ્પૃહ, અનાસક્ત અને સાદગીપૂર્ણ ભક્તિસભર તેમનું જીવન હતું. સીવ્યા વિનાનાં બે વસ્ત્રો, એક ધોતી બીજું ઉપવસ્ત્ર અને લંગોટી પહેરતા હતા. સદાય કથાભ્રમણ કર્યું હતું. તેમની ચિરવિદાયથી ગુજરાતની જનતાએ ગૌરવશીલ અને ઉત્તમ કથાકાર ગુમાવ્યા છે. પૂજ્ય ડોંગરેજી મહારાજ તત્કાળે એક ઉત્તમ કથાકાર તરીકે ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews