વસંત ઋતુ એટલે વસન્તિ અસ્મિન સુખાની, જેમાં બધા સુખેથી રહે તે ઋતુકાળ. વસંત પંચમી અને સમગ્ર વસંત ઋતુમાં પ્રકૃતિ નવપલ્લવિત બને છે. આજનું યુવાધન પણ આ પર્વનું મહત્વ સમજે છે. રૂપલ પટેલે કહયુ હતુ કે વસંતના દિવસોમાં સર્વત્ર ઉલ્લાસ, ઉત્સાહ, ઉમંગ, આહલાદ અને આનંદ છવાઈ જાય છે. ભગવદ ગીતાના દસમાં અધ્યાયના વિભુતિ યોગમાં શ્રીકૃષ્ણ કહે છે કે ઋતુનામ કુસુમાકર એટલે ઋતુઓમાં હું વસંત છું. આ દિવસ પ્રેમ અને પ્રણયના પ્રગાઢ બંધન માટે પણ ઉત્તમ મનાય છે એટલે તો લગ્ન માટે આ પર્વ વણજાેયુ શુભ મૂહૂર્ત કહેવાય છે. આ દિવસે દેવી સરસ્વતિની આરાધનાનો અનેરો મહીમા છે, જે કોઈ ભાવથી સરસ્વતિનું સ્મરણ કરે તે મહા મેઘાવી બને છે. મહાકવિ કાલિદાસે વસંતકાળને સર્વપ્રીયે ચારૂતરે કહી છે એટલે કે બધાને પ્રીય અને વધારે સુદર. વૈધરાજ સુશ્રુતે મધુ માધવૌ વસંતસ્ય કહી કહયું કે વસંત શરીર મન અને આત્માનું સ્વાસ્થ્ય પ્રદાન કરનારી છે. એક રીતે વસંતઋતુનો મહત્વનો દિવસ એટલે કે વસંત પંચમીને ભારતીય વેલેન્ટાઈન ડે પણ કહી શકાય.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews