જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ.
તા. ૧૨.૦૨.૨૦૨૧ના રોજ જૂનાગઢ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના માનસિક અસ્થિરતાના કારણે એક ૭૦ વર્ષના વયોવૃદ્ધ સિનિયર સીટીઝન પોતાના ઘરેથી કેશોદ જવાનું કહી ક્યાંક જતા રહેલા હતા. સાંજ તથા મોડી રાત્રી સુધી તપાસ કરવા છતાં, વૃદ્ધ મળી નહીં આવેલ હોય, કુટુંબીઓને ચિંતા થતા, જિલ્લા સરકારી વકીલ એન. કે. પુરોહિતને જાણ કરતા, તેઓએ જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને મોબાઈલ ફોન ઉપર જાણ કરતા, મોબાઈલ ફોન ઉપર ફોટો તથા વિગત મંગાવતા, વયોવૃદ્ધ સિનિયર સીટીઝન સાથે મોબાઈલ લઈ ગયેલાનું જણાવતા, ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એચ.આઈ.ભાટી, પીએસઆઇ ડી.એમ.જલું મારફતે ટેક્નિકલ સોર્સ આધારે માહિતી મળેલ કે, જૂનાગઢ ખાતેથી ગુમ થયેલ સિનિયર સીટીઝન કેશોદ નજીક હોવાની શક્યતા છે. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા દ્વારા કોઈ કાગળની કાર્યવાહીમાં નહીં પડતા, તાત્કાલિક ટેકનીકલ સોર્સ લગાવી, માહિતી મેળવતા વયોવૃદ્ધ કેશોદ ખાતે હોવાની માહિતી સાંપડી હતી. જૂનાગઢ પોલીસને મળેલ માહિતી તેના પરિવારજનોને આપવામાં આવતા, પરિવારજનો તાત્કાલિક કેશોદ ખાતે પહોંચી ગયા હતા અને જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાએ કેશોદ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ એન.બી.ચૌહાણ, પીએસઆઇ એમ.સી. ચુડાસમાનો સંપર્ક કરી, ગુમ થયેલ વયોવૃદ્ધ માનસિક અશક્ત હોય, કેશોદ રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ હોય, ત્યાં તપાસ કરવા જણાવતા, ગુમ થયેલ સિનિયર સીટીઝન રેલ્વે પાટાની નજીકમાં બાવળની ઝાડીમાં સુતેલા જણાઈ આવેલ હોય, ગણતરીના કલાકોમાં તેના પરિવારજનોને હેમખેમ મળી આવતા, રાહતનો દમ લીધો હતો. આ કિસ્સામાં કોઈ લેખિત જાણ નહીં કરવામાં આવેલ હોવા છતાં, જૂનાગઢ પોલીસ દ્વારા જૂનાગઢ ખાતેથી ગુમ થયેલ વયોવૃદ્ધ સિનિયર સીટીઝનની ભાળ મેળવવામાં સંવેદનશીલ બનીને અગત્યની ભૂમિકા ભજવી, ગુમ થયેલ વયોવૃદ્ધ કેશોદ ખાતેથી ગણતરીના કલાકોમાં શોધી કાઢવામાં આવ્યા હતા. માત્ર મોબાઈલ ફોન ઉપર જાણ કરવામાં આવતા જૂનાગઢ પોલીસ એકશનમાં આવી હતી અને ગુમ થયેલ મોટી ઉંમરના બાપને તેના પરિવારજનોને હેમખેમ મલ્યા હતા. જૂનાગઢ પોલીસની સહિષ્ણુતા ભરી ભાવનાત્મક કામગીરીથી ગુમ થયેલ મોટી ઉમરના વૃદ્ધના પરિવારજનોએ તથા સરકારી વકીલ એન.કે. પુરોહિતએ જૂનાગઢ પોલીસનો આભાર માન્યો હતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews