જૂનાગઢનાં ખલીલપુર રોડ ઉપર તસ્કરોનો તરખાટ, ત્રણ મકાનમાં હાથફેરો : રૂા.૪ લાખથી વધુની ચોરી

0

જૂનાગઢનાં ખલીલપુર રોડ વિસ્તારમાં ગત એક જ રાત્રીનાં૩ ઘરના તાળા તુટયા છે. તસ્કરો ૪ લાખથી વધુનો મુદામાલ લઈ નાસી જતા ચકચાર મચી જવા પામી છે. ચોરી કરતા ૩ તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. આ અંગેની જાણ થતા બી-ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે. આ અંગે મનોજભાઈ જીવરાજભાઈ ઠુંમરે જણાવ્યું હતું કે, ખલીલપુર રોડ ઉપરની સિધ્ધિ વિનાયક બે ની શેરી નંબર પ માં બે મકાન અને શેરી નંબર ૬ માં ૧ મળી તસ્કરોએ કુલ ૩ મકાનને નિશાન બનાવ્યા હતા. જાડા ડિસમીસનો ઉપયોગ કરી તાળા અને કબાટના નકુચા તોડી ચોરી કરી હતી. મનોજભાઈ ઠુમ્મરે જણાવ્યું હતું કે, અમે બપોરના બે વાગ્યે રાજકોટ ગયા હતા અને તસ્કરો રાત્રીના ૩-૧૮ વાગ્યે આવ્યા હતા. તસ્કરો મારા ઘરેથી સોના-ચાંદીના દાગીના મળી ૪ લાખથી વધુનો મુદામાલ લઈ ગયાં છે. જયારે અન્ય બે મકાનમાંથી પણ કપડા, ચાંદીની વસ્તુ ઉઠાવી ગયા છે. દરમ્યાન ૩ તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. આ અંગે જાણ કરતા બી-ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.
ચોરાયેલ મુદામાલ
મનોજ જીવરાજભાઈ ઠુંમરનાં ઘરમાં પ્રવેશ કરી કબાટમાંથી રાખેલ સોનાના દાગીના (૧) સોનાનું બ્રેસલેટ અંદાજે સાડા પાંચ ગ્રામ જેની કિંમતરૂા.ર૭,૦૦૦/- તથા (ર) સોનાના કાનના દાણા જાેડી ૩ જેની કિંમત રૂા.ર૮પ૦ તથા (૩) સોનાનું મંગળ સુત્ર નંગ-૧ ડોઢ તોલાનો જેની કિંમત રૂા.ર૭૧પ૦/- તથા (૪) સોનાની જેન્સની વીટી નંગ-૧ એક તોલાની જેની કિંમત રૂા.૩૦,૦૦૦/- તથા (પ) સોનાનો ચેન ૧ અડધા તોલાનો જેની કિંમત રૂા.ર૮૦૦૦/- તથા(૬) સોનાની ચાર જાેડી બુટી નંગ-૮ જેની કિંમત રૂા.ર૧,૦૦૦/- તથા (૭) ચાંદીની કડલી નંગ ૪ જેની કિંમત રૂા.૧,૦૦૦/- તથા (૮) ચાંદીના સાંકળા જાેડી નંગ-ર જેની કિંમત રૂા.૧ર૦૦/- તથા (૯) સોનાનું પેન્ડલ -૧ જેની કિંમત રૂા.રર૦૦/- તથા (૧૦) રોકડ રૂા.અંદાજીત ર૦,૦૦૦/- રૂપિયા તેમજ કુલ કિંમત રૂા.૧,૬૦,૪૦૦/-ના મુદામાલની કોઈક અજાણ્યા ઈસમો ચોરી કરી લઈ ગયા હતાં તેમ પોલીસને જણાવ્યું હતું.
વલ્લભદાસ ગોવિંદભાઈ રૂપાપરા જાતે પટેલ (ઉ.વ.૩૦) રહે.જૂનાગઢ ખલીલપુર રોડ સીધી વિનાયક-ર શેરી નં.પ જેનું (૧) ચાંદીનુ બ્રેસલેટ નંગ-૧ જેની કિંમત રૂા.૩૮૦૦ તથા (ર) ચાંદીનો પેન્ડલ સેટ નંગ-૧ કિંમત રૂા.૪ર૦૦/- એમ મળીને કુલ કિંમત રૂા.૮૦૦૦/-નો મુદામાલ ચોરાયો હતો.
રમેશભાઈ પ્રભુદાસભાઈ જાેષી જાતે બ્રાહમણ (ઉ.વ.૪૩) રહે.જૂનાગઢ ખલીલપુર રોડ સીધી વિનાયક-ર શેરી નં.૬ જેનું (૧) ચાંદીની લકકી નંગ-૧ કિંમત રૂા.૬પ૦/- તેમજ (ર) કિંમતી કપડા જેની અંદાજીત કિ.રૂા.૩૮પ૦ કુલ કિંમત રૂા.૪પ૦૦/- જે ઉપરોકત ત્રણે મકાનમાંથી ગયેલ મુદામાલ કુલ કિંમત રૂા.૧,૭ર,૯૦૦/-ના મુદામાલની કોઈક અજાણ્યા ઈસમો ચોરી કરી લઈ ગયાની ફરિયાદ પોલીસે દફતરે નોંધાઈ છે. બી-ડીવીઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!