ગિરનાર નેચર સફારી પાર્કમાં ૯ સિંહણ અને બે સિંહ એમ કુલ ૧૧નો સાવજ પરિવાર દેખાયો

0

પ્રાણીઓના વીડિયો તો વાયરલ થતા વાર નથી લાગતી. પ્રાણીઓની અદભૂત અદાઓના વીડિયો સોશ્યલ મીડિયા ઉપર પોપ્યુલર છે. આવામાં ગીરના સિંહોની વાત કરીએ તો ગીરના જંગલની આસપાસ વિસ્તારમાં રહેતા લોકો માટે સિંહોની અવરજવર સામાન્ય વાત છે. અહીં ગમે ત્યારે સિંહો આવી ચઢે છે. ત્યારે અનેક લોકો સિંહોના વીડિયો બનાવીને સોશ્યલ મીડિયા ઉપર મૂકતા હોય છે. આવામાં ક્યારેક સિંહોની એવી હરકત કેદ થઈ જાય છે જે વાયરલ બની જાય છે. ગીરની આસપાસ એકલદોકલ સિંહો તો અનેકવાર જાેવા મળે છે. પરંતુ જૂનાગઢમાં એકસાથે ૧૧ સિંહ એક ફ્રેમમાં કેદ થયા છે. સોરઠમાં પ્રવાસનને વેગ મળી રહે તે હેતુસર જૂનાગઢના ગરવા ગીરનારમાં રોપ-વેની શરૂઆત કરાવ્યા બાદ ગત તા.૨૬ મી જાન્યુઆરી પ્રજાસતાક દિનથી ગીરનારના જંગલમાં સિંહ દર્શન માટેની નેચર સફારીની શરૂઆત કરી છે. હજુ આ સફારીને વીસેક દિવસ જ થયા છે તો બીજી તરફ ગીરનાર નેચર સફારી પાર્કમાં ૫૦થી વધુ સિંહોનો વસવાટ છે. આ સિંહો જંગલ વિસ્તારમાં મુક્ત વાતાવરણમાં ફરતા જાેવાનો એક અદભુત લ્હાવો છે. જેના માટે ગીરનાર નેચર સફારીની શરૂઆત કરવામાં આવી છે. જેમાં વહેલી સવારે સૂર્યના કિરણો વચ્ચેથી પસાર થતા ૯ સિંહણ અને ૨ સિંહ મળી કુલ ૧૧ સાવજાે એક સાથે લાઇનબંધ વોકીંગ કરતા હોય તેવા દ્રશ્યો નિહાળી પ્રવાસીઓ રોમાંચિત થઇ ઉઠ્‌યા છે. જૂનાગઢનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક સાથે ૧૧ સિંહ જાેવા મળ્યા છે. કોરોનાકાળ બાદ હવે ગિરનાર નેચર સફારી શરૂ થઈ છે. ત્યારે પ્રવાસીઓનું સિંહ દર્શન પણ શરૂ થયું છે. આવામાં ગિરનાર નેચર સફારીમાં એક સાથે ૧૧ સિંહ જાેવા મળ્યા છે. એક સાથે ૧૧ સિંહનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. આવો અદભૂત નજારો જ્વલ્લે જ જાેવા મળતો હોય છે. ત્યારે સફારીમાં નીકળેલા લોકો માટે આ ક્ષણ ખાસ બની રહી હતી. ઉલ્લેખનીય છે કે, ગિરનાર જંગલમાં ૫૦ જેટલા સિંહો વસવાટ કરે છે. જેમાંથી પ્રવાસીઓને ૧૧ સિંહો એકસાથે જાેવા મળ્યા હતા. આ કેદ કરાયેલા દ્રશ્યોનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલ હોય જે નિહાળી સિંહપ્રેમીઓ પણ રોમાંચિત બની ગયા છે. તો આ વીડિયો જાેયા પછી સિંહો જંગલના રાજા છે અને રહેશે તેવા ઠાઠ સમો નજારો હોવાનું સિંહપ્રેમીઓ જણાવી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!