જૂનાગઢ શહેરમાં ગઈકાલે જૂનાગઢ મહાનગરનાં સોરઠી શહેરનાં પત્રકારોને સન્માનવાનો એક ગૌરવ પુર્ણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જૂનાગઢનાં સામાજીક કાર્યકર એવા સંજયભાઈ પંડયા અને તેમની ટીમ દ્વારા મીડીયા સાથે જાેડાયેલા પ્રિન્ટ અને ઈલેકટ્રીક તેમજ વિવિધ ચેનલ અને સોશિયલ મિડીયા સાથે જાેડાયેલા પત્રકાર મિત્રો ખાસ ઉપસ્થિત રહયાં હતાં. પત્રકારોને સ્નેહથી આવકારી અને તેમનાં માન-સન્માન અને ગૌરવની પુરેપુરી જાળવણી સાથેનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મસમાજનાં ટ્રસ્ટી હસુભાઈ જાેષી પણ ઉપસ્થિત રહયા હતાં. આ કાર્યક્રમ યોજવા બદલ સંજયભાઈ પંડયા અને તેમની ટીમને દાદ આપવામાં આવી હતી.
જૂનાગઢનાં વિવિધ સામાજીક સેવાકીય અને જ્ઞાતિ લેવલે પણ ખુબજ સુંદર મજાની કામગીરી કરનારા અને નિખાલસ અને મિલનસાર વ્યકિતત્વ ધરાવતા એવા સંજયભાઈ પંડયા અને તેમની ટીમ દ્વારા આ પત્રકારોનાં સન્માનનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને કોરોના કાળમાં કોવિડ- ૧૯ની કપરી પરિસ્થિતિમાં પણ પોલીસ સ્ટાફ, મેડિકલ સ્ટાફ, જીઈબી, સફાઈ કામદાર તથા જૂનાગઢની અનેક સમાજ સેવાભાવી સંસ્થાઓ સાથે ખભે ખભો મેળવી પત્રકાર મિત્રોએ જે કામગીરી દાખવી છે તે કામગીરીને સન્માનવા માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અને આ આવો ગૌરવપુર્ણ કાર્યક્રમ જૂનાગઢને આંગણે યોજાયો તે ખુબ મોટી વાત છે. અને ગુજરાતમાં કદાચ આવો કાર્યક્રમ કોવિડ-૧૯ પછી પત્રકારોનો સન્માન કરવાનો પ્રથમ હશે તેમ મનાય છે.
જૂનાગઢ ખાતે ગઈકાલે શ્રી રાજ કોમ્પ્લેક્ષ વણઝારી ચોક ખાતે બીજા માળે પત્રકારોને સન્માનવાનો એક મજાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સંજયભાઈ પંડયા અને તેમની ટીમ દ્વારા પત્રકારોને આવકારવામાં આવેલ હતાં. કાર્યક્રમનાં પ્રારંભે આ કાર્યક્રમના મુખ્ય યજમાન અને આયોજક સંજયભાઈ પંડયાએ સ્વાગત પ્રવચન કર્યુ હતું અને પત્રકારોની કપરામાં કપરા સંજાેગોમાં પણ ઉમદા કામગીરી અને ફરજને બીરદાવી હતી. આ તકે પત્રકાર પ્રકાશભાઈદવે દ્વારા પણ પત્રકારોને આવકારી તેમજ આજનાં કાર્યક્રમને બીરદાવ્યો હતો. તેમજ તેમનાં ભાઈ અને પત્રકાર સ્વ.કિશોરભાઈ દવેની સ્મૃતિને પણ તાજી કરી હતી. આ તકે ખાસ ઉપસ્થિત રહેલા જૂનાગઢનાં લોકપ્રિય અખબાર
સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકના પિત્તામહા ગણાતાં તંત્રી અને અખબારી જગતનાં જૂનાગઢ શહેરનાં ભિષ્મ પિતામહ ગણાતા પત્રકારોને માટે સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક એક યુનવર્સિટીની ગરજ સારે છે. તેવા સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકના તંત્રી કાર્તિકભાઈ ઉપાધ્યાયે પોતાના પ્રાસંગીક ઉદબોધનમાં સૌ પ્રથમ તો જૂનાગઢના આંગણે આવો ગૌરવ પુર્ણ કાર્યક્રમ એ પણ પત્રકારોને સન્માનવાનો કાર્યક્રમ યોજવા બદલ સંજયભાઈ પંડયાની અને તેમની ટીમની પીઠ થાબડી હતી. તેમજ પોતાની જુસ્સાદાર વાણીમાં જણાવ્યું હતું કે પત્રકારો યોધ્ધાની માફક પોતાની ફરજ કાયમી ધોરણે બજાવે છે. ગમે તેવી પરિસ્થિતિ હોય તો પણ પત્રકાર મિત્રો પોતાની ફરજ ચુકતા નથી. અને પોતાનું ઉતરદાયીત્વ નિભાવી રહયા છે. આવા તમામ પત્રકાર મિત્રો કાયમને માટે યોધ્ધાની માફક ઉમદા કામગીરી બજાવે તેવી શુભેચ્છા પાઠવી હતી. એટલું જ નહીં જૂનાગઢ ખાતે કલાકારો તેમજ પત્રકારો માટે વિમા યોજના અંગેની પ્રિમિયમ ભરવાની જાહેરાત કરનાર પ્રદિપભાઈ ખીમાણીની ઉમદા ભાવનાની કદર કરી હતી. આ તકે ઈલેકટ્રોનિક મિડીયા સાથે જાેડાયેલા અતુલભાઈ વ્યાસે પણ આજનાં આ સન્માનનાં કાર્યક્રમમાં પત્રકારોનું જે સન્માનનો પ્રસંગ યોજવામાં આવ્યો તે બદલ સંજયભાઈ પંડયા અને તેમની ટીમની ઈલેકટ્રોનિકસ મિડીયા વતી આભાર માન્યો હતો. આ તકે ઉપસ્થિત રહેલા મુખ્ય મહેમાન એવા ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશનાં નગરપાલિકા સેલનાં કન્વીનર તેમજ જાણીતા શિક્ષણવિદ પ્રદિપભાઈ ખીમાણીએ પોતાનાં પ્રાસંગીક ઉદબોધનમાં પત્રકારોની કામગીરીને બીરદાવી હતી. એટલું જ નહીં ગમે તેવા વિસ્તૃત સંજાેગોમાં પણ પળેપળની ખબર આપનારા પત્રકારોનું યોગદાન રહયું છે. આ સાથે જ તેઓએ અન્ય બાબત પણ વ્યકત કરી હતી. અને તે હતી પત્રકારો તથા જૂનાગઢ શહેર જીલ્લાનાં પત્રકારો, સાહિત્યકારો, કલાકારો માટેની સહાયકારી યોજનાની પ્રદિપભાઈ ખીમાણીએ ગઈકાલે કાયમી માટે જાહેર કરી હતી કે જૂનાગઢમાં રહેતા કલાકારો તેમજ પત્રકારોને માટે વિમાનું કવચ કરવામાં આવશે. અને કલાકારો તેમજ પત્રકારોનું પ્રિમિયમ આજીવન તેઓ દ્વારા ભરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. ઉપસ્થિત પ્રિન્ટ અને ઈલેકટ્રોનિકસ મિડીયા સાથે જાેડાયેલા તમામનું સન્માન પત્ર અર્પણ કરી ગૌરવ વધારવામાં આવેલ હતું. કાર્યક્રમનું સંચાલન જીતેન્દ્રભાઈ રાનેરા દ્વારા કરવામાં આવેલ હતું. જયારે કાર્યક્રમનાં અંતે આભાર વિધી બ્રહ્મ સમાજનાં અગ્રણી યુવા કાર્યકર્તા એવા આશિષભાઈ રાવલે કરી હતી. અને જૂનાગઢ ખાતે પત્રકારોને એક સાથે ઉપસ્થિત કરી અને તેમનું સન્માન કરવા બદલ સંજયભાઈ પંડયાને પણ અભિનંદન પાઠવ્યા હતાં. અત્રે ઉલ્લેખનિય છે કે, કોરોના કાળમાં ધંધા- રોજગાર અને તમામ ક્ષેત્રો બંધ હતાં તેવી ગંભીર પરિસ્થિતિમાં કલાકારોને માટે સહાયકારી યોજના અંગે તેઓએ પ્રદિપભાઈ ખીમાણીને મળી અને પોતાની લાગણી વ્યકત કરી હતી. ગઈકાલે પત્રકારોને સન્માનવાના કાર્યક્રમને સફળ બનાવવા માટે પત્રકાર મિલનભાઈ જાેશી, યજ્ઞેશભાઈ ભટ્ટ તેમજ સંજયભાઈ પંડયા સાથે રહેલા આશિષભાઈ રાવલ, ચિરાગ શાસ્ત્રી, જીતેન્દ્ર રાનેરા, ઈરફાન સિદીકી, ભદ્રેશ સોલંકી, તુષારભાઈ મોનાર્ક કલાસીસ, આરતી રાજા, અમ્માર બખાઈ, જીત તૈરેયા તથા મિત્રોએ જહેમત ઉઠાવી હતી તેમ આયોજક સંજયભાઈ પંડયાએ જણાવ્યું હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews