જૂનાગઢમાં સત્યમ સેવા યુવક મંડળ દ્વારા બ્રાહ્મણ જ્ઞાતિની દીકરી નેહાબેનના યશ કુમાર સાથે ગોપાલ કૃષ્ણ ટ્રસ્ટના કાર્યાલય ખાતે રંગે-ચંગે આદર્શ લગ્ન કરી આપવામાં આવેલ હતા. કોરોના વાયરસની સરકારની ગાઈડલાઈન મુજબ કરેલ હતા. દાતાઓ અને સંસ્થા દ્વારા ૫૫ જેટલી કરિયાવરની વસ્તુઓ આપવામાં આવેલ હતી. આ લગ્ન પ્રસંગે સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાજા, કમલેશભાઈ પંડ્યા, દાતાર સેવક બટુકબાપુ, રાજુભાઈ જાેષી, રમેશભાઈ શેઠ, અલ્પેશભાઈ પરમાર, મનીષભાઈ લોઢીયા, પ્રો. પી.બી. ઉનડકટ, આદ્યશક્તિબેન, પુષ્પાબેન પરમાર, ઉષાબેન રવૈયા, મૃદુલાબેન બાણુગરીયા, પ્રવીણભાઈ જાેષી, કચરાભાઈ પરમાર, કે.કે. ગોસાઈ, આશિષ રાવલ, રેવતુભા જાડેજા, રણછોડભાઈ ગોડફાડ, ડાભીભાઈ, મનહરસિંહ ઝાલા, ફલિયાભાઈ, રજનીભાઇ શાહ, મનોજભાઈ સાવલિયા, કમલેશ ટાંક સહિતનાં ઉપસ્થિત રહેલ હતા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews