સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં અંગ્રેજી અભ્યાસ સમિતિના ત્રીજી વખત ચેરમેન બનતા ડો. ઇરોસ વાજા

0

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી વિષયની અભ્યાસ સમિતિના ચેરમેન પદ માટે ડો. ઇરોસ વાજા તથા ડો. મુકેશ ભેસાણિયાએ ઉમેદવારી નોંધાવી હતી. તેવી જ રીતે અધર ધેન ચેરમેન માટે પ્રો. જયદિપસિંહ ડોડીયા અને ડો. મુકેશ ભેસાણિયાએ ઉમેદવારી નોંધાવી હતી. ડો. મુકેશ ભેસાણિયા આ વખતે ચેરમેન અને અધર ધેન ચેરમેન એમ બંને પદો માટે ચૂંટણી જંગમાં ઝુકાવે એવી પ્રબળ સંભાવનાઓ હતી. પરંતુ અંગ્રેજીના અધ્યાપકોના સાથ, સહકાર અને ભાઈચારાની ભાવના સદાય માટે જળવાઈ રહે એવા ઉમદા આશયથી આ વિષયના વરિષ્ઠ અધ્યાપકોની લાગણીને માન આપીને બંને પદો માટે ડો. ભેસાણિયાએ પોતાની ઉમેદવારી પરત ખેંચતા ઘીના ઠામમાં ઘી પડ્યું હતું અને ચૂંટણી ટળતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. અંગ્રેજી વિષયનું બોર્ડ એટલા માટે પણ ખૂબ મહત્વનું છે કેમકે આર્ટસ, કોમર્સ, સાયન્સ, મેનેજમેન્ટ, હોમ સાયન્સ, રૂરલ સ્ટડિઝ, પર્ફોર્મિંગ આર્ટસ જેવી વિવિધ વિદ્યાશાખાઓમાં અંગ્રેજી ભણાવવામાં આવે છે અને તમામ અભ્યાસક્રમોમાં અંગ્રેજી વિષયનું ખાસ્સું મહત્વ રહેલું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇતિહાસમાં ક્યારેય ના જાેઈ હોય એવી તીવ્ર રસાકસી ભરી ચૂંટણીઓ આ બોર્ડમાં થઇ ચુકી છે જેનું શિક્ષણ જગત તથા સમૂહ માધ્યમો સાક્ષી છે. ભૂતકાળમાં આર્ટસ ફેકલ્ટીના આ મહત્વના બોર્ડની ચૂંટણીઓ પ્રતિષ્ઠા ભર્યા જંગમાં ફેરવાઈ હોય અને સામ, દામ, દંડ, ભેદ જેવી તમામ યુક્તિ પ્રયુક્તિઓ પણ થઇ હોય, સમગ્ર શિક્ષણ જગત તેમજ મીડિયાની નજર આ બોર્ડ ઉપર ખાસ કેન્દ્રિત હતી. પરંતુ સદનસીબે આ વખતે બોર્ડના પદાધિકારીઓની બિનહરીફ વરણી થતા સૌએ હાશકારો અનુભવ્યો હતો. બોર્ડમાં સુમેળ ભર્યું વાતાવરણ નિર્માણ થતા વિદ્યાર્થીઓના હિતમાં ઘણા સર્જનાત્મક તથા શૈક્ષણિક કાર્યો કરવાની અનુકૂળ પરિસ્થિતિ સર્જાય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણી, ગોવિંદગુરૂ યુનિવર્સિટી ગોધરાના કુલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૌહાણ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ટીચર્સ એસોસિએશનના પ્રમુખ પ્રો. કલાધર આર્ય, મહામંત્રી ડો. યોગેશ જાેગસન, ઉદયસિંહ રામભાઈ ઝાલા(ખાપટ), દીપસિંહ રામભાઈ ઝાલા(ખાપટ), ડો. મુકેશ ભેસાણિયા તથા ડો. દિલીપભાઈ ભટ્ટ વગેરેએ ચેરમેન પદે વરણી થયેલ ડો. ઇરોસ વાજા અને પ્રો. જયદિપસિંહ ડોડીયાને અભિનંદન પાઠવ્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!