ઐતિહાસિક નગરી માંગરોળ અને માંગરોળના ગૌરવની સાક્ષી પૂરતું પવિત્ર પાવન કલ્યાણેશ્વર મંદિરના ૧૨૫ વર્ષ આજ રોજ પૂર્ણ થવા જઈ રહ્યા છે. વસંત પંચમીના રોજ આજથી ૧૨૫ વર્ષ પૂર્વે ગોર કલ્યાણજી બાપાએ આ મહાદેવની સ્થાપના કરેલી હતી. આજ રોજ લઘુ રૂદ્ર પૂજાનું આયોજન થઈ રહ્યું છે. આ આયોજનમાં ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી હેમેન્દ્રભાઈ વ્યાસ અને એમના ધર્મ પત્ની તારા બહેન વ્યાસ યજમાન તરીકે બિરાજમાન થઈ રહ્યા છે. કલ્યાણજી બાપાનું જન્મ સ્થાન અને વતન માંગરોળ છે અને માંગરોળ માટે અનહદ પ્રેમ અને લાગણી હતી. તેઓને જેના ફળ સ્વરૂપ માંગરોળના હ્ય્દય સમાં લીમડા ચોકમાં દીકરીઓના અભ્યાસ માટે કન્યા કેળવણી અર્થે પોતાનો બંગલો સ્કૂલ બનાવવા માટે અર્પણ કરેલો છે. ઉપરાંત એજ ચોકમાં જે તે વખતે માંગરોળના નગર જનોના આરોગ્યની સુખાકારી માટે સ્વાસ્થ્યની રક્ષા માટે એક દવાખાનું શરૂ કરેલું જ્યાં માત્ર દશ પૈસામાં સારવાર થાય છે. આજે એજ સ્થાન ઉપર એક અદ્યતન હોસ્પિટલ ઉભી છે. જે નગરજનો માટે એક ઉપકારક આરોગ્ય લક્ષી સેવામાં સમર્પિત છે, યાદ રહે આ હોસ્પિટલ લોકડાઉન દરમ્યાન પણ કાર્યરત હતી અને હોસ્પિટલના ડોકટરનું સન્માન મંગરોળ સેવા સમિતિ એ કરેલું હતું. માંગરોળનું જુનું સ્મશાન પણ પૂજ્ય ગૌર કલ્યાણજી રતનજીના સહયોગથી બનેલું છે. કામનાથ મંદિર ઉપર જે તે વખતે અદ્યતન ધર્મશાળા જ્યાં વાસણ સહિતની સુવિધા હતી જે પણ પૂજ્ય કલ્યાણજી બાપાની કૃપાથી શક્ય બન્યું હતું. આ સિવાય ટાવર રોડ ઉપર વટેમાર્ગુ માટે પણ પૂજ્ય કલ્યાણજી બાપાએ ધર્મશાળા બનાવેલી હતી. લંબોરા જવાના માર્ગ ઉપર વટેમાર્ગુઓ માટે જ્યારે વાહનોની એટલી સગવડ ન હતી ત્યારે વટેમાર્ગુની તરસ છીપાવવા પગથિયાં વાળી લીલાવતી વાવનું નિર્માણ પણ ગોર કલ્યાણજી બાપાની કૃપા થી થયેલું હતું. સાથે તેવીજ એક વાવ પોરબંદર રોડ ઉપર નવી બંદર પાસે જે આજે છોટાલાલ વાવ તરીકે ઓળખાય છે જે પણ કલ્યાણજી બાપાના આર્શીવાદ હતા. પ્રભાસ પાટણ અને સોમનાથમાં પણ ગૌર કલ્યાણજી રતનજી અધ્યારૂએ તીર્થયાત્રીઓના નિવાસ માટે ધર્મશાળા બનાવેલી હતી. ઉપરાંત આજે પણ મુંબઇમાં આ ટ્રસ્ટ કલ્યાણજી બાપાના નામે અનેક ક્ષેત્રે સેવા કાર્યો કાર્યરત છે. નગર રતન નગરના પિતામહ સમા કલ્યાણજી બાપા નિર્મિત કલ્યાણેશ્વર મંદિર આજે પણ લીમડા ચોકમાં આરતીના ઘંટનાદથી એ જૂની યાદ તાજી કરાવે છે કે એક વ્યક્તિએ માંગરોળ માટે જે પ્રેમ, લાગણી અને સેવા અર્પણ કરી જે નગરજનો ઉપર એક આર્શીવાદ રૂપ બની છે. નગરજનો આજના દિવસે આ મહામાનવને ગોર કલ્યાણજી બાપાને શત શત નમન કરે છે. આપણા સૌમાં પણ પ્રેમ, ક્ષમા, ધર્મ અને સેવા રૂપી વંસંત ખીલે એજ શુભભાવના સાથે આજના દિવસે આ મહામાનવને પ્રણામ કરીએ.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews