મોંઘવારીની ચરમસીમા અને આર્થિક સંકડામણનાં આ યુગમાં દેશનાં ૬પ લાખ જેટલા ઈપીએફઓ-૯પ યોજના આધારિત કર્મચારીઓને માત્ર નજીવું પેન્શન અપાતું હોવાનાં મુદ્દે લોકલડતનાં મંડાણની જાહેરાત કરી આજ તારીખ ૧૬ ફેબ્રુઆરીએ જૂનાગઢ ઈપીએફઓ કચેરી સામે એક દિવસનાં ધરણાનું આયોજન કરાયું હતું. જૂનાગઢનાં મધુર સોશ્યલ ગ્રુપ દ્વારા દેશનાં ૬પ લાખ ઈપીએફ આધારિત પેન્શનરોને માત્ર મામૂલી પેન્શન અપાતું હોય મોંઘવારીનાં આ યુગમાં માનભેર જીવવા માટે નજીવું પેન્શન પુરતું ન હોય અવારનવાર રજૂઆતો માંગણી છતાં ૬પ લાખ પરિવારોનાં હિતમાં આ પ્રશ્નોનો ઉકેલ આવતો નથી ત્યારે આજે તા.૧૬ ફેબ્રુઆરીએ જૂનાગઢની ચિતાખાના ચોક સ્થિત આવેલી પીએફ કચેરી ખાતે મધુર સોશ્યલ ગ્રુપનાં પ્રમુખ સલીમભાઈ ગુજરાતીની આગેવાનીમાં એસટી સહિતનાં પીએફ આધારિત ૬પ લાખ કર્મચારીઓનાં મામૂલી પેન્શનનાં મુદ્દે એક દિવસનાં ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકાર ખેડૂતોથી લઈને શ્રમજીવીઓની આવક બમણી થાય તે માટે પ્રયત્નશીલ છે, ત્યારે આખું જીવન રાષ્ટ્ર સેવામાં સમર્પિત રહેલા ૬પ લાખ કર્મચારીઓને નજીવું પેન્શન મળે છે. વૃધ્ધાવસ્થામાં માંદગી અને ભરણપોષણ માટે આ રકમ પૂરતી નથી. સરકારે ૬પ લાખ કર્મચારીઓનાં પરિવારની આ મુશ્કેલી દૂર કરવા મોંઘવારી અનુરૂપ યોગ્ય પેન્શન આપવું જાેઈએ. જાે આ પેન્શન વધારવાનો નિર્ણય ૩૧મી માર્ચ સુધીમાં લેવામાં નહી આવે તો પહેલી એપ્રિલથી આ મુદ્દે સમગ્ર દેશ વ્યાપી આંદોલન છેડવાની અમને ફરજ પડશે એમ મધુર સોશ્યલ ગ્રુપ જૂનાગઢની યાદીમાં જણાવાયું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews